પ્રશાંત ઢીવરે/સુરત: શિક્ષિકા પાસેથી 17 લાખ પડાવનાર નાઇજીરિયન ગેંગ ને સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડી છે. આ ગેંગ એ વિદેશમાં ડોક્ટર સાથે લગ્નની લાલચ આપી રૂપિયા પડાવ્યા હતા. લાલગેટની શિક્ષિકાએ સોશિયલ મીડિયા પર વાત કરી હતી જેમાં આરોપીએ વિદેશી ડોક્ટર સાથે લગ્ન કરવાના વાયદા આપ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ચક્કરમાં શિક્ષિકા એ 17.48 લાખ ગુમાવ્યા હતા.આ ગુનામાં ચંદીગઢ પોલીસે નાઇજીરિયન ગેંગને પકડી પાડી હતી .આ ગેંગમાં દંપતી સહિત 7 આરોપીઓને સાયબર ક્રાઇમે ટ્રાન્સફર વોરંટથી કબજો લઈ સુરત લાવી છે.લંડનના ડોક્ટર સાથે લગ્નની લાયમાં શિક્ષિકાએ 17 લાખ ગુમાવ્યા હતા. ઠગ ટોળકીએ દિલ્હી એરપોર્ટ પર ફસાઇ ગયા હોવાનું કહી નાણાં ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા.


સુરત ના મુગલીસરા વિસ્તારમાં રહેતી 37 વર્ષીય શિક્ષિકાએ લગ્ન માટે પોતાનો બાયોડેટા શાદી ડોટ કોમ ઉપર મૂક્યો હતો. ગત 11મી જાન્યુઆરીએ તેને ફોન આવ્યો હતો. પ્રશાંત પીટર તરીકે ઓળખ આપનારે પોતે મૂળ ચેન્નઇનો વતની હોવાનું હાલ લંડનમાં ઓબસ્ટેટ્રીશિયન અને ગાયનેકની ડિગ્રી ધરાવતો હોવાનું જણાવ્યું હતું. પોતે તેની સાથે લગ્ન કરવા ભારત આવનાર હોવાનું જણાવી આ શિક્ષિકાને ફસાવી હતી.


19મી એક ફોન આવ્યો હતો. ફોન કરનાર યુવતીએ પોતાનું નામ નતાશા અને તે દિલ્હી એરપોર્ટ ઉપર એડમિન ઓફિસની બોલતી હોવાનું જણાવ્યું હતું. પ્રશાંત પીટર, તેના પિતા અને બહેન સાથે લંડન કરન્સીની ડી.ડી. લાવ્યો હોઇ તેમને દંડ તથા ચાર્જિસ ભરવો પડશે તેમ જણાવી RTGSથી ત્રણ એકાઉન્ટમાં 17.48 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. 


છેતરાયાનો ખ્યાલ આવતાં આ શિક્ષિકાએ સાયબર સેલમાં ફરિયાદ કરી હતી. જે કેસમાં સાયબર સેલે પ્રિન્સ ચીનાચરમ, શાલીની પ્રિન્સ ચીનાચરમ, પાસ્કલ ગૌલ્લાવગુઇ ઉબસીનાચી કેલી અનાગો, જોસુઆ ચીમા કાલુ, ક્રિશ્ટીયન એન્થોની મડુનેમે અને મો.ઇરફાન નીસારની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.