ઉદય રંજન/અમદાવાદ: લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે મતાધિકાર મેળવવા લોકો ચૂંટણી કાર્ડમાં સુધારો કરવા કે નવા ચૂંટણી કાર્ડ માટે ઓનલાઇન લિંક પર ક્લિક કરીને સાયબર ક્રાઇમનો ભોગ બની રહ્યા છે.. આવા કિસ્સાઓ ગુજરાતમાં વધી રહ્યા છે. સાયબર ગઠીયાઓએ ઠગાઈનો નવો કિમીયો શોધ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાટીદાર સમાજની દીકરીઓ વિશે ટિપ્પણી કરનાર કાજલ હિન્દુસ્થાની ભરાયા! બદનક્ષીની ફરિયાદ


મહત્વનું છે કે લોકસભાની ચુટણી હોવાથી અને સમય બચાવવા લોકોમાં ઓનલાઈન કાર્યવાહી કરવાનું ચલણ વ્યાપક બન્યુ છે. પરંતુ હવે લોકો એ જાગૃત થવાની જરૂર છે.. જો તમારા મોબાઈલ પર એવો મેસેજ આવે કે આપના ચૂંટણી કાર્ડમાં ફેરફાર કરવા માટે આ લીંક પર કલીક કરો તો ભુલથી પણ ન કરતા કારણ કે તેનાથી તમારી અંગત માહિતી, ફોટો અને બેંકની માહિતી સાયબર ગુનેગાર સુધી પહોંચી જાય છે અને તેઓ ઓનલાઈન છેતરપિંડી ઉપરાંત બ્લેકમેઇલ કરીને પૈસા પડાવે છે. 


આખરે પાટિલે ખેલ પાડ્યો! અનેક જૂના જોગીઓની બેઠક મળી, વિરોધને ડામવા ઘડી નાંખી રણનીતિ


જેથી સાયબરના અધિકારીઓએ આવી લિંકથી દૂર રહેવાની અપીલ કરી છે અને કોઈ પણ વ્યક્તિએ ચૂંટણી આયોગની અધિકૃત વેબસાઈટ ચકાસવાની સૂચના આપી છે. જેથી સાયબર ક્રાઇમની નવી મોડ્સ ઓપરેન્ડીથી લોકોને સાવચેત કરી શકાય.


PSI અને લોકરક્ષક ભરતીની પરીક્ષા અંગે મહત્વના સમાચાર, હસમુખ પટેલે કર્યું ટ્વીટ