ઉદય રંજન/અમદાવાદ: શહેરમાં વધુ એક સિમ સ્વેપિંગ કરીને ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે. સાયબર ક્રાઇમે રૂ 80 લાખની છેતરપિંડી કેસમાં મહારાષ્ટ્રના પુનાથી એક આરોપીની કરી ધરપકડ છે. આ ઠગાઈ કેસમાં સાયબર ક્રાઇમે રૂ 50 લાખ ફ્રીઝ કરીને ભોગ બનનારને પરત કર્યા છે. ત્યારે કોણ છે સિમ સ્વેપિંગ કેસનો માસ્ટર માઈન્ડ આરોપી?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એકાઉન્ટમાંથી રૂ 80 લાખનું ટ્રાન્જેક્શન
પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી ગૌતમ ગોપાલચંદ્ર મુખરજી છે. જેણે સિમ સ્વેપિંગ કરીને રૂપિયા 80 લાખની છેતરપિંડી કરી છે. સાયબર ક્રાઇમે મહારાષ્ટ્રના પુનાથી આરોપીની ધરપકડ કરી છે. ઘટનાની વાત કરીએ તો અમદાવાદના એક યુવકનું વિટ્રાગ ફોમ પ્રા.લી કંપની નામથી બેંક ઓફ બરોડાનું એકાઉન્ટ હતું. જેમાં વોડાફોન કંપનીના મોબાઈલ નંબર રજીસ્ટર કર્યો હતો. આરોપીએ 30 મેના રોજ આ નંબરનું સીમ સ્વેપ કરીને બેંક એકાઉન્ટમાંથી રૂ 80 લાખનું ટ્રાન્જેક્શન કર્યું. વેપારીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે.


માસ્ટર માઈન્ડે આ રીતે કરી છેતરપિંડી
આરોપી ગૌતમ મુખર્જી ટેક્નોલોજીમાં નિષ્ણાત છે અને મુળ ઝારખંડના રાચીનો રહેવાસી છે. અંગ્રેજી માધ્યમમાં 12 સુધીનો અભ્યાસ કરીને BCA કર્યું હતું. હાલમાં મહારાષ્ટ્રમાં પૂનામાં આવેલી Incedo technology Solution Ltd. કંપનીમાં ફલોર એકઝીકયુટીવ તરીકે નોકરી કરે છે. આ આરોપી ઠગાઈ કેસમાં માસ્ટર માઈન્ડ છે. જેને પોતાના સાગરીત સાથે મળીને અમદાવાદના યુવકનું કંપની ના રજીસ્ટર સીમ કાર્ડ ઓનલાઇન સીમ સ્વેપ કરવા વોડાફોન કંપની મા કોલ કરી આ સીમકાર્ડ ટેમ્પરરી બંધ કરાવ્યું હતું. ત્યાર બાદ એજ નંબરનું નવું સીમકાર્ડ મેળવી લીધું હતું અને ત્યારબાદ કંપનીના બેંક એકાઉન્ટ સાથે રજીસ્ટર સીમકાર્ડ આધારે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરીને પોતાના રાંચીના એચડીએફસી એકાઉન્ટમાં રૂ 38 લાખ ટ્રાન્સફર કર્યા હતા અને ત્યારબાદ wazirx કંપનીમાં નાખી USD ખરીદ કરવા ટ્રાન્સફર કર્યા બાદ બીટકોઈનમાં રોકાણ કરી દીધા હતા. જ્યારે ICICI બેંકના એકાઉન્ટમાં રૂ 41.70 લાખ ટ્રાન્સફર કરીને 80 લાખની ઠગાઈ કરી હતી.


આરોપીનો ગુનાહિત ઇતિહાસ 
પકડાયેલા આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે..અને તેને આ પ્રકારે અનેક ગુના આચર્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે. સાયબર ક્રાઇમે 80 લાખની ઠગાઈ કેસમાં સતર્કતા દાખવીને 50 લાખ ફ્રીઝ કરીને ફરિયાદી યુવકને પરત કર્યા છે. જ્યારે સિમ સ્વેપિંગ કેસમાં વોડાફોન કંપનીના કોઈ કર્મચારી ઓની સંડોવણી છે કે નહીં તે મુદ્દે તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત આ ગેંગના અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.