નવરાત્રિના આટલા નોરતામાં સો ટકા પડશે વરસાદ, ભારત-પાકિસ્તાનની મેચ અને નોરતામાં આવી છે આગાહી
Gujarat Weather Forecast : આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદ પડવાની હવામાન વિભાગે કરી છે આગાહી,,, નવરાત્રિ અને વર્લ્ડકપની મેચમાં વીલન બનશે વરસાદ,,,14,15 ઓક્ટોબરે અમદાવાદમાં હળવા વરસાદની છે આગાહી
Ambalal Patel Cyclone Alert Prediction : નવરાત્રીમાં ખેલૈયાઓ માટે માઠા સમાચાર આવી ગયા છે. ન માત્ર નવરાત્રિ, પરંતુ ભારત પાકિસ્તાનની મેચ માટે પણ રસિકો માટે ખરાબ સમાચાર છે. કારણ કે, આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ભારત પાકિસ્તાનની મેચ અને નવરાત્રિ, બંનેમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગની નવી આગાહી મુજબ, વર્લ્ડ કપ મેચ દરમિયાન પણ ગુજરાતમાં વરસાદ આવશે. તો નવરાત્રી દરમિયાન રાજ્યમાં વરસાદની આગાહી છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.
નવરાત્રિ અને મેચ બંને બગડવાની
રાજ્યમાં ખેલૈયાઓના રંગમાં ભંગ પડવાની સો ટકા સંભાવના છે. અમદાવાદમાં પેહલા અને બીજા નોરતે વરસાદની આગાહી છે. નવરાત્રિના નોરતાઓમાં હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા કરી ફરી વરસાદી માહોલ સર્જાશએ. ત્યારે 15 અને 16 ઓક્ટોબરે રાજ્યમાં વરસાદની આગાહી છે. આ દિવસોમાં અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ આવવાની શક્યતા છે. તો રાજ્યના કેટલાક ભાગોમાં હળવાથી માધ્યમ વરસાદની આગાહી છે.
13 વર્ષથી રમશે અને જીતશેનો રાગ... દેશમાં સૌથી વધુ બજેટ છતાં ખેલકૂદમાં ખાડે ગયું ગયું
4 અને 15 ઓક્ટોબરે અમદાવાદમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, 14, 15 અને 16 ઓક્ટોબરે સમગ્ર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે. તો 14 અને 15 ઓક્ટોબરે અમદાવાદમાં હળવા વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ રહી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં વરસાદી માહોલ રહી શકે છે. આ દિવસોમાં દક્ષિણ અમદાવાદમાં વરસાદ રહેશે. જોકે, ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા નહિવત છે. આગામી પાંચ દિવસ સમગ્ર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે.
અમરેલીમાં વરસાદ આવ્યો
આ વચ્ચે ગત રાત્રિએ વરસાદનું આગમન પણ થઈ ગયું છે. શુક્રવારે રાતે અમરેલી જિલ્લામા વાતાવરણમાં પલટો આવ્યો હતો. દામનગર બાદ મોટા આકડીયા, નાના આકડીયા, મોટા માચિયાળા, નાના માચિયાળા, ચિતલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યુ હતું. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદી ઝાપટા પડ્યા હતા. આમ, અસહ્ય ઉકળાટ બાદ વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની સંભાવના
ક્રિકેટપ્રેમીઓ જે મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એ ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 14 અને 15 ઓક્ટોબરે અમદાવાદ જિલ્લામાં વાદળછાયા વાતાવરણની સાથે હળવો વરસાદ પડશે.હવામાન વિભાગનાં ડાયરેક્ટર મોહંતી મનોરમાએ જણાવ્યું હતું કે 14 અને 15 ઓક્ટોબરે અમદાવાદ જિલ્લામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હળવા વરસાદની સંભાવના છે તથા ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ અમદાવાદમાં હળવા વરસાદની સંભાવના છે. જ્યારે ઉત્તર અમદાવાદમાં વરસાદની શક્યતા લગભગ નહિવત્ છે.આગામી 5 દિવસ ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેવાની સંભાવના છે, પરંતુ કેટલીક જગ્યાએ સામાન્ય વરસાદની સંભાવના છે. 14, 15 અને 16 ઓક્ટોબરના રોજ રાજ્યમાં કેટલીક જગ્યાએ વાદળછાયું વાતાવરણ અને અમુક જગ્યાએ હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.