દક્ષિણ ગુજરાતમાં 4 તાલુકાને વાવાઝોડાની સૌથી વધુ અસર થશે, NDRF સક્રિય બન્યું
- તૌકતે વાવાઝોડાની અસરને લઈને વલસાડ જિલ્લામાં NDRFની એક ટીમ તૈનાત કરવામાં આવી
- ઉમરગામ તાલુકાને વધારે ઇફેક્ટ થઈ શકે તેમ હોવાથી ટીમ ઉમરગામની મુલાકાત લેશે
ઊમેશ પટેલ/વલસાડ :ગુજરાત રાજ્ય ઉપર તૌકતે નામનું વવાઝોડું (Cyclone Tauktae) ત્રાટકી શકે, જેમાં ગુજરાતના દક્ષિણ ભાગને પણ મોટાપાયે અસર થશે. શક્યતાને લઈને વલસાડ જિલ્લામાં વડોદરાની એક NDRF ની ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાનો દરિયા કિનારે વધારે અસર થઈ શકે તેમ હોવાની શક્યતાને લઈને વલસાડની NDRF ની ટીમ ઉમરગામના કોસ્ટલ વિસ્તાર અને સંભવિત અસરગ્રસ્ત વિસ્તારની NDRF ની ટીમ મુલાકાત લેશે. જ્યાં સ્થાનિક લોકોને સ્થળાંતર કરવા માટે શેલ્ટર હોમ, કોવિડ દર્દીઓ માટે રાખવામાં આવેલી અલાયદી સુવિધા સહિતના સ્થળોની મુલાકાત લેશે.
આ પણ વાંચો : વાવાઝોડાએ વધુ એકવાર દિશા બદલી, હવે ગુજરાતના આ વિસ્તારમાં ખતરો વધ્યો
બચાવ કાર્ય માટે NDRFની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લોકોને મદદ કરશે
વલસાડ જિલ્લાના દરિયા કિનારાના વાવાઝોડા (Cyclone Alert) થી સંભવિત અસરગ્રસ્ત ચાર તાલુકા છે વલસાડ, પારડી, વાપી અને ઉમરગામ. તમામ તાલુકાના 84 ગામોમાં વાવાઝોડાથી જાનમાલને નુકસાન ન થાય તેવી સ્થિતિ છે. એનડીઆરએફની ટીમ વાવાઝોડાથી સંભવિત ગામોના લોકોને જો સ્થળાંતરિત કરવાના સંજોગો ઉપસ્થિત થાય તો તેમના માટે શેલ્ટર હોમમાં આશ્રયની જરૂરી આવશ્યક વ્યવસ્થા અંગે જાણકારી મેળવશે. સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિમાં લોકોને સ્થળાંતર કરવા સુધી અને જો કોઈ જગ્યાએ ઝાડ પડે કે નુકશાની થાય તો બચાવ કાર્ય માટે NDRFની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લોકોને મદદરૂપ થવાનો પ્રયાસ કરશે. તૌકતે વાવાઝોડાની સંભવિત અસરને લઈને જિલ્લાના કોસ્ટલ વિસ્તારની NDRFની ટીમ મુલાકાત લેશે.
આ પણ વાંચો : વાવાઝોડાને કારણે 16 થી 19 મે સુધી જાણો કયા કયા જિલ્લામાં પડશે વરસાદ
તમામ સ્થળો ઉપર NDRFની ટીમ સ્થળ મુલાકાત લેશે
વાવાઝોડાને લઈને વલસાડ તાલુકાના 18 ગામો, પારડી તાલુકાના 5 ગામો, વાપીના તાલુકાના 2 ગામ અને ઉમરગામ તાલુકાના 27 ગામોની વિગતો લેવામાં આવી છે. તાલુકા વાઇઝ વલસાડમાં 18 પ્રા. શાળા, પારડીમાં 5 શેલ્ટર હોમ, વાપી 3 શેલ્ટર હોમ અને ઉમરગામમાં 99 શેલ્ટર હોમ મળી વલસાડ જિલ્લામાં કુલ 125 શેલ્ટર હોમની વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા ઉભી કરવામાં આવી છે. જે તમામ સ્થળો ઉપર NDRFની ટીમ સ્થળ મુલાકાત લેશે. કોવિડ-19 દર્દીઓ માટે કોવિડના પ્રોટોકોલ મુજબ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચો : રાજીવ સાતવના નિધનથી ગુજરાત કોંગ્રેસમાં ક્યારેય ન પૂરાય તેવી ખોટ પડી, જાણો શું કહ્યું દિગ્ગજ નેતાઓએ...