રાજીવ સાતવના નિધનથી ગુજરાત કોંગ્રેસમાં ક્યારેય ન પૂરાય તેવી ખોટ પડી, જાણો શું કહ્યું દિગ્ગજ નેતાઓએ...
ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવના આકસ્મિક નિધનથી નેતાઓમાં દુખની લાગણી પ્રસરી ગઈ છે. રાજીવ સાતવ (Rajiv Satav) ના નિધનથી ગુજરાત કોંગ્રેસમાં ક્યારેય ન પૂરાય તેવી ખોટ પડી છે. ત્યારે તેમના નિધન પર અમિત ચાવડા, હાર્દિક પટેલ, શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી સહિત અનેક દિગ્ગજ નેતાઓએ શ્રદ્ધાંજલિ અર્પી છે.
Trending Photos
- ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવનું 46 વર્ષની વયે નિધન થયું છે. તેમણે તાજેતરમાં જ કોરોનાના માત આપી હતી. પરંતુ તેના બાદ તેમની તબિયત લથડી હતી. તેઓ ગઈકાલથી વેન્ટીલેટર પર હતા. આખરે આજે તેમણે અંતિમ શ્વાસ લીધા
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવના આકસ્મિક નિધનથી નેતાઓમાં દુખની લાગણી પ્રસરી ગઈ છે. રાજીવ સાતવ (Rajiv Satav) ના નિધનથી ગુજરાત કોંગ્રેસમાં ક્યારેય ન પૂરાય તેવી ખોટ પડી છે. ત્યારે તેમના નિધન પર અમિત ચાવડા, હાર્દિક પટેલ, શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી સહિત અનેક દિગ્ગજ નેતાઓએ શ્રદ્ધાંજલિ અર્પી છે.
તેમનુ નિધન કોંગ્રેસ માટે અપૂર્ણીય ક્ષતિ - અમિત ચાવડા
કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા (amit chavda) એ જણાવ્યું કે, રાજ્યસભા સાંસસદ, ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવનો સૌમ્ય અને સાલસ સ્વભાવ, સાદગી અને પક્ષ માટે નિષ્ઠાવા નેતૃત્વ હંમેશા યાદ રહેશે. તેમનુ નિધન કોંગ્રેસ માટે અપૂર્ણીય ક્ષતિ છે. ઈશ્વર તેમની આત્માને શાંતિ આપે તેમજ પરિવારને આ દુખના સમયમાં બળ આપે.
હંમેશા જીવનમાં યાદ રાખીશ - હાર્દિક પટેલ
તો કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે (haridk patel) કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા, ગુજરાત કોંગ્રેસના પ્રભારી તેમજ રાજ્યસભાના સદસ્ય રાજીવ સાતવ હવે આપણી વચ્ચે નથી રહ્યાં. ભગવાન રાજીવ સાતવજીની પવિત્ર આત્માને શાંતિ આપે. મને વ્યક્તિગત રીતે રાજીવ સાતવ બહુ જ સહયોગ આપતા હતા. તમને હું હંમેશા જીવનમાં યાદ રાખીશ. ૐ
શાંતિ...!!
મુખ્યમંત્રીએ ટ્વીટ કરી
રાજીવ સાતવના નિધન પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરીને કહ્યુ કે, જાહેર જીવનમાં સતત કાર્યરત ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવજીનું નિધન ખૂબજ દુઃખદ છે. પરમ કૃપાળુ પરમાત્મા એમના દિવ્ય આત્માને સદ્ગતિ અર્પે અને પરિવારને તથા એમના સ્નેહીઓને આ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રાર્થના. ૐ શાંતિ...!!
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે