દેવભૂમિ દ્વારકાઃ Gujarat Weather Forecast : બિપોરજોય વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારે સંકટ મંડરાઈ રહ્યું છે. આજે સાંજે વાવાઝોડું ટકરાવાનું છે.  આવામાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં અનેક જગવિખ્યાત મંદિરો આવેલા છે. હાલ દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. દ્વારકામાં ભારે પવન ફુંકાઈ રહ્યો છે. અહીં વાવાઝોડાની શરૂઆત થઈ ગઈ છે. આ વચ્ચે પ્રસિદ્ધ ભગવાન દ્વારકાધીશનું મંદિર શુક્રવાર 16 જૂને પણ બંધ રહેશે. વાવાઝોડાને કારણે મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભક્તોની સલામતિને લઈને નિર્ણય
ભક્તો અને યાત્રિકોની સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખી શ્રી દ્વારકાધીશ મંદિર આવતીકાલે દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. દ્વારકાના વહીવટદાર અને પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયાએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે બિપરજોય વાવાઝોડાની અસર અને ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈ ભક્તો અને યાત્રિકોની સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખી શ્રી દ્વારકાધીશ મંદિર આવતીકાલે તારીખ 16 જૂન શુક્રવારના રોજ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. જોકે મંદિરમાં શ્રીજીની સેવા- પૂજાનો નિત્યક્રમ પરંપરા મુજબ પૂજારીઓ દ્વારા ચાલુ રહેશે. શ્રીજીના નિત્ય દર્શન માટે સંસ્થાની વેબસાઈટ www.dwarkadhish.org તથા સંસ્થાના અન્ય અધિકૃત સોશિયલ મીડિયાના માધ્યમથી ઓનલાઈન ભક્તો દર્શન કરી શકશે. જેની સૌ ભાવિક ભક્તજનોને નોંધ લેવા જણાવ્યું છે.


આ પણ વાંચોઃ Biparjoy: વાવાઝોડા પહેલા કચ્છમાં એક મહિલાએ પોતાની બાળકીનું નામ રાખી દીધુ 'બિપરજોય'


દ્વારકા પર હાલ વાવાઝોડાનું સૌથી મોટું સંકટ છે. ત્યારે દ્વારકા પ્રાંત અધિકારી પાર્થ તલસાણિયાએ જાહેરાત કરી કે, વાવાઝોડાને લઈ આવતી કાલે 16 જુનના રોજ દર્શનાર્થીઓ માટે જગત મંદિર બંધ રહેશે. જોકે, મંદિરના પૂજારીઓ દ્વારા ભગવાન દ્વારકાધીશનો નિત્યક્રમ ચાલુ રહેશે. તેમજ વાવાઝોડાને કારણે આવતીકાલે જગત મંદિર ખાતે ધજા ચડાવશે નહિ. સ્થાનિક પ્રશાસન દ્વારકા પ્રવાસ આવતા લોકોને પ્રવાસ ટાળવા અપીલ કરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube