Biparjoy: વાવાઝોડા પહેલા કચ્છમાં એક મહિલાએ પોતાની બાળકીનું નામ રાખી દીધુ 'બિપરજોય'
Biparjoy Cyclone: બિપરજોય વાવાઝોડું કચ્છના દરિયા કિનારેથી થોડે દૂર છે. પરંતુ તે પહેલાં તેના નામથી એક પુત્રીનો જન્મ થઈ ચુક્યો છે. કચ્છની એક મહિલાએ પોતાની દીકરીનું નામ બિપરજોય રાખવાનો નિર્ણય કર્યો છે.
Trending Photos
કચ્છઃ બિપોરજોય ચક્રવાત ગુજરાતના કિનારાથી થોડે દૂર છે, પરંતુ તે પહેલાં એક નામથી એક દીકરીનો જન્મ થઈ ગયો છે. ગુજરાતની મહિલાએ એક મહિનાની દીકરીનું નામ બિપરજોય રાખવાનો નિર્ણય કર્યો છે, જે આજે સાંજ સુધી કચ્છના દરિયાકિનારે ટકરાવાનું છે. આ પરિવાર પણ બિપરજોયથી પીડિત છે અને તેણે તોફાનના ડરથી પોતાનું ઘર છોડવું પડ્યું છે. હાલ બાળકીનો પરિવાર કચ્છના એક શેલ્ટર હોમમાં શિફ્ટ થયો છે. અત્યાર સુધી કચ્છમાં હજારો લોકોને સુરક્ષિત સ્થળે મોકલી આપવામાં આવ્યો છે.
આ પ્રથમવાર નથી જ્યારે કોઈ બાળકનું નામ વાવાઝોડા પર રાખવામાં આવ્યું છે. એક મહિલા પહેલાં જન્મેલી આ બાળકી પહેલાં ઘણીવાર આમ થયું છે. આ પહેલા તિતલી, ફાની અને ગુલાબ ચક્રવાતો પર પણ બાળકોના નામ રાખવામાં આવ્યું છે. આ વખતે ચક્રવાતનું નામ બાંગ્લાદેશે રાખ્યું છે અને તેને વિશ્વ હવામાન સંગઠન સાથે જોડાયેલા દેશોએ સ્વીકાર કર્યું છે. હવામાન સંગઠન પ્રમાણે આવા ચક્રવાતી તોફાનોની અસર એક સપ્તાહ કે તેનાથી વધુ સમય સુધી રહી શકે છે. બિપરજોય ચક્રવાતની અસર પણ બે-ત્રણ દિવસ જોવા મળી શકે છે.
ભારતમાં પહેલા પણ આપદાઓ કે ઘટનાઓ પર બાળકોના નામ રાખવામાં આવ્યા છે. આ પહેલા કોવિડ કાળમાં ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના એક પરિવારે પોતાની પુત્રીનું નામ કોરોના રાખ્યું હતું. આ સિવાય આંધ્રના કડપ્પા જિલ્લામાં પણ બે બાળકોના નામ આ વાયરસ પર રાખવામાં આવ્યા હતા. કેટલાક પરિવારોએ કહ્યું કે તેણે કોરોના ઉપર બાળકોના નામ એટલા માટે રાખ્યા છે કારણ કે આ મહામારીએ દુનિયાને એક કરી દીધી હતી. એટલું જ નહીં ત્રિપુરામાં ફસાયેલા રાજસ્થાનના એક પરિવારે તો પોતાના પુત્રનું નામ લોકડાઉન રાખી દીધુ હતું. આવો એક મામલો યુપીમાં સણ સામે આવ્યો હતો. જ્યારે મુંબઈથી યુપી આવી રહેલા એક પરિવારે ટ્રેનમાં જન્મેલા બાળકનું નામ લોકડાઉન રાખી દીધુ હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે