Cyclone Biparjoy: સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર બિપરજોય વાવાઝોડું ત્રાટકે તેવી સંભાવના છે. હવામાન વિભાગની જાણકારી અનુસાર વાવાઝોડું જખૌ અને નલિયા તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે પણ આગાહી કરીને લોકોને સતર્ક કર્યાં છે. સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ જતી ટ્રેનો પણ રદ્દ કરવામાં આવી છે અથવા તો શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. બિપરજોય વાવાઝોડાના કારણે 100થી વધુ ટ્રેનોનું સંચાલન ઠપ્પ થયું છે. તેવામાં પ્રશ્ન એ પણ થાય કે ટ્રેન રોકવાનું કારણ શું હોય શકે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


સંકટમાં દ્વારિકા નગરી! વાવાઝોડાને કારણે આ દિવસે બંધ રહેશે જગવિખ્યાત દ્વારકા મંદિર


સોમનાથમાં વોક-વે, લાઈટ એન્ડ સાઉન્ડ શો બંધ કરાયા, વાવાઝોડાને જોતા લેવાયો નિર્ણય


150 કિમીની ઝડપે આગળ વધશે બિપરજોય વાવાઝોડું તો.... જાણો પવનની આ ગતિ કેટલું કરે નુકસાન


પશ્ચિમ રેલવે દ્વારા બિપરજોય વાવાઝોડાના સંભવિત જોખમને ધ્યાનમાં રાખી અને રેલવે સ્ટેશનો પર ટીમ તૈનાત કરવામાં આવી છે. પ્રભાવિત વિસ્તાર સહિતના વિસ્તારો માટે ટ્રેન સેવા ચાલે તે માટે કેટલીક ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. હવાની ગતિને મોનિટર કરવા માટે એનીમોમીટર લગાવવામાં આવ્યા છે. 


ટ્રેન રોકવાને લઈ રેલવે એક્સપર્ટ જણાવે છે કે જ્યારે હવાની સ્પીડ વધારે હોય તો ધૂળ ઉડવા લાગે છે. તેના કારણે વિઝીબીલિટી ઓછી થઈ જાય છે. તેવામાં લોકો પાયલટને સિગ્નલ જોવામાં સમસ્યા થઈ શકે છે. આ ઉપરાંત ટ્રેક પર જાનવર વગેરે આવી જાય તો દેખાય નહીં. આ કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં હવાની ગતિ 50 કિમી પ્રતિ કલાક હોય તો ટ્રેન રોકી દેવા નિર્દેશ આપવામાં આવ્યા છે. 


તીવ્ર હવામાં રેલવે ટ્રેક નજીકના ઝાડ પણ તુટી અને ટ્રેન પર પડી શકે છે. તેવામાં મુસાફરોને પણ નુકસાન થઈ શકે છે. તેથી જ્યારે હવાની ગતિ વધારે હોય ત્યારે સંભવિત જોખમને ધ્યાનમાં રાખી ટ્રેન સેવા સ્થગિત કરવામાં આવે છે.