બિપરજોય પર આવ્યા મોટા ખબર, લેન્ડફોલનો સમય બદલાયો! હવે જાણો ક્યારે જખૌ નજીક ત્રાટકશે
ગુજરાતને ઘમરોળવા માટે તલપાપડ થઈ રહેલા બિપરજોય વિશે મોટા સમાચાર આવ્યા છે. આ વાવાઝોડાને ગુજરાતના કાંઠે ટકરાવવામાં ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે તેના લેન્ડફોલના સમયમાં ફેરફાર થઈ શકે છે. અત્રે જણાવવાનું કે હાલ આ વાવાઝોડું ગુજરાતના જખૌ બંદરથી 180 કિમી દૂર છે.
હિતલ પારેખ, ગાંધીનગર: ગુજરાતને ઘમરોળવા માટે તલપાપડ થઈ રહેલા બિપરજોય વિશે મોટા સમાચાર આવ્યા છે. આ વાવાઝોડાને ગુજરાતના કાંઠે ટકરાવવામાં ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે તેના લેન્ડફોલના સમયમાં ફેરફાર થઈ શકે છે. અત્રે જણાવવાનું કે હાલ આ વાવાઝોડું ગુજરાતના જખૌ બંદરથી 180 કિમી દૂર છે. અને સાંજે ટકરાવવાની શક્યતા છે.
આ સમયે થઈ શકે છે લેન્ડફોલ
ગઈ કાલના અનુમાન પ્રમાણે સાંજે 5 વાગ્યે લેન્ડફોલ થાય તેવી શક્યતાઓ જોવાય રહી હતી. રાહત કમિશનર શ્રી આલોકકુમાર પાંડેએ કહ્યું કે બિપરજોયની ગતિમાં ઘટાડો આવ્યો છે. વાવાઝોડું રાત્રે 9 થી 10 કલાકની આસપાસ ટકરાશે તેવું અનુમાન છે. પવનની ગતિ 115-125 kmph રહેવાની સંભાવના છે. ગઈ કાલે લગભગ 6 કલાક સુધી વાવાઝોડુ સ્થિત થઈ ગયું હોવાના કારણે સમયમા ફેરફાર થશે. હજુ પણ વાવાઝોડાની મૂવમેન્ટના આધારે નક્કર સમય નક્કી થશે.
જખૌ બંદર નજીક વાવાઝોડું ટકરાશે
હવામાન ખાતાના જણાવ્યાં મુજબ આ વાવાઝોડું જખૌ બંદર નજીક ટકરાય તેવી પૂરી શક્યતા છે. આજે સિવિયર રેન ફોલ થશે. ત્રણ દિવસ વરસાદ રહેશે. આજે ભારે પવન ફૂંકાશે. કચ્છમાં ભારે પવન સાથે વરસાદ રહેશે. આ વિનાશક વાવાઝોડાનો ઘેરાવો 500 કિમીનો રહી શકે છે. જામનગર, કચ્છ, દ્વારકામાં વધુ અસર રહેશે. વાવાઝોડાની આંખનો ઘેરાવો 50થી 60 કિમીનો રહેશે.
બિપરજોય વાવાઝોડાને ટ્રેક કરવા માટે Live Tracker.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube