ચક્રવાતી  તોફાન બિપરજોયનું જોખમ કાંઠા વિસ્તારોમાં તોળાઈ રહ્યું છે. રવિવારે સવારે તે ખુબ જ ખતરનાક ચક્રવાતી તોફાનમાં  (VSCS) માં ફેરવાઈ ગયું. બિપરજોયના કારણે 15 જૂનના રોજ ગુજરાતના કચ્છ અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ભૂસ્ખલનની પણ આશંકા સેવાઈ રહી છે. તોફાનને જોતા ગુજરાતના અનેક જિલ્લાઓમાં અલર્ટ જાહેર કરાયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે બપોરે બિપરજોય અંગે સમીક્ષા કરી. આખરે બિપરજોય શું છે? વાવાઝોડાનું નામ બિપરજોય કેમ પડ્યું? તોફાનને કઈ રીતે નામ અપાય છે. તોફાનને નામ આપવાની શરૂઆત ક્યાંથી થઈ. વિગતો ખાસ જાણવા જેવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિપરજોય શું છે?
અરબી સમુદ્રમાં આ વર્ષે ઉઠેલા પહેલા વાવાઝોડાને બિપરજોય નામ આપવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક દિવસો અરબી સમુદ્રમાં રહ્યા બાદ આ ચક્રવાતી તોફાન છ જૂનના રોજ ગંભીર શ્રેણીમાં ફેરવાઈ ગુયં. ત્યારબાદ આ સાઈક્લોનને બિપરજોય નામ આપવામાં આવ્યું. બિપરજોય બાંગ્લા ભાષાનો શબ્દ છે. જેનો અર્થ થાય છે 'આફત'. આ ખતરનાક બની રહેલા તોફાનને બિપરજોય નામ બાંગ્લાદેશ દ્વારા જ આપવામાં આવ્યું છે. 


કોણ આપે છે તોફાનનું નામ
આ ચક્રવાતનું નામકરણ વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠન (WMO) દ્વારા જારી કરાયેલા આદેશ પ્રમાણે કરાયું હતું. હકીકતમાં જ્યારે એક જ સ્થળ પર અનેક તોફાન સક્રીય થાય છે ત્યારે આવી સ્થિતિમાં ભ્રમણને રોકવા માટે WMO ના નિર્દેશો મુજબ ચક્રવાતોનું નામ કરણ થાય છે. આ આદેશ હેઠળ છ ક્ષેત્રીય વિશિષ્ટ હવામાન વિજ્ઞાન કેન્દ્ર  (RSMCs)  અને પાંચ ક્ષેત્રીય ઉષ્ણકટિબંધીય તોફાન ચેતવણી કેન્દ્રો (TCWCs) ને સલાહ જારી કરવા અને દુનિયાભરમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાતોના નામ આપવા માટે અધિકૃત કરાયા છે. 1950ના દાયકા પહેલા તોફાનનું કોઈ નામ નહતું રહેતું. 


એટલાન્ટિંક ક્ષેત્રમાં ચક્રવાતોનું નામકરણ  કરવાની શરૂઆત 1953ની એક સંધિથી થઈ.  જ્યારે હિન્દ મહાસાગર ક્ષેત્રના આઠ દેશોએ ભારતની પહેલ પર આ તોફાનનું નામકરણ કરવાની વ્યવસ્થા વર્ષ 2004માં શરૂ કરી. આ આઠ દેશોમાં ભારત, બાંગ્લાદેશ, માલદીવ, મ્યાંમાર, ઓમાન, પાકિસ્તાન, થાઈલેન્ડ અને શ્રીલંકા સામેલ છે. વર્ષ 2018માં ઈરાન, કતાર, સાઉદી અરબ, યુએઈ, અને યમનને પણ તેમાં જોડવામાં આવ્યા. જો કોઈ તોફાન આવવાની આશંકા બને તો આ 13 દેશોએ ક્રમ મુજબ નામ આપવાના હોય છે. 


કેવી રીતે અપાય નામ
કોઈ પણ તોફાનને નામ આપવા માટે વર્ણમાલા પ્રમાણે એક લિસ્ટ બનેલું હોય છે. જો કે તોફાન માટે Q, U, X, Y, Z અક્ષરોથી શરૂ થનારા નામનો ઉપયોગ થતો નથી. એટલાન્ટિંક અને પૂર્વ ઉત્તર પ્રશાંત ક્ષેત્રમાં આવતા તોફાનોનું નામ આપવા માટે છ સૂચિ બનેલી છે અને તેમાંથી એક નામ પસંદ થાય છે. એટલાન્ટિંક ક્ષેત્રમાં આવનારા તોફાનો માટે 21 નામ છે. 


આ ફોર્મ્યૂલાનો પણ થાય છે ઉપયોગ
તોફાનોના નામકરણ માટે ઓડ ઈવન ફોર્મ્યૂલાનો પણ ઉપયોગ થાય છે. ઈવન વર્ષ જેમ કે જો 2002, 2008, 2014 માં તોફાન આવ્યું તો તેને એક પુલિંગ નામ અપાય છે. જ્યારે ઓડ વર્ષ જેમ કે 2003, 2005, 2007માં જો તોફાન આવ્યું તો તેને એક સ્ત્રીલિંગ નામ અપાય છે. એક નામને છ વર્ષની અંદર ફરીથી વાપરી શકાય નહીં. જ્યારે જો કોઈ તોફાને ખુબ જ તબાહી મચાવી હોય તો પછી તેનું નામ હંમેશા માટે હટાવી દેવાય છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube