Biparjoy Cyclone: બિપરજોયે ગુજરાતમાં મચાવ્યો કહેર, 940 ગામડાઓમાં વીજળી ગૂલ, 22 લોકો ઘાયલ
Cyclone Biparjoy: હવામાન વિભાગ (IMD) ના જણાવ્યાં મુજબ ગંભીર ચક્રવાતી તોફાન બિપરજોય રાત્રે 2.30 વાગે નલિયાથી 30 કિમી ઉત્તરમાં સૌરાષ્ટ્ર-કચ્છ ક્ષેત્રમાં કેન્દ્રિત હતું. તેના ઉત્તર પૂર્વ તરફ વધવાના અને 16 જૂનના રોજ સવાર સુધીમાં ચક્રવાતી તોફાનના નબળા પડવાના તથા સાંજ સુધીમાં દક્ષિણ રાજસ્થાનમાં ચક્રવાત ડિપ્રેશનમાં ફેરવાય તેવી અપેક્ષા છે.
Cyclone Biparjoy: હવામાન વિભાગ (IMD) ના જણાવ્યાં મુજબ ગંભીર ચક્રવાતી તોફાન બિપરજોય રાત્રે 2.30 વાગે નલિયાથી 30 કિમી ઉત્તરમાં સૌરાષ્ટ્ર-કચ્છ ક્ષેત્રમાં કેન્દ્રિત હતું. તેના ઉત્તર પૂર્વ તરફ વધવાના અને 16 જૂનના રોજ સવાર સુધીમાં ચક્રવાતી તોફાનના નબળા પડવાના તથા સાંજ સુધીમાં દક્ષિણ રાજસ્થાનમાં ચક્રવાત ડિપ્રેશનમાં ફેરવાય તેવી અપેક્ષા છે. મધરાતે આ ચક્રવાતે ઉત્તર પૂર્વ તરફ મૂવ કર્યું હતું અને જખૌ બંદર, ગુજરાતની નજીક પાકિસ્તાન કાંઠા નજીક સૌરાષ્ટ્ર-કચ્છને પાર કરી ગયું હતું.
આ અગાઉ ગુજરાતના રાહત કમિશનર આલોર પાંડેએ કહ્યું હતું કે ચક્રવાતી તોફાન જ્યારે કચ્છ પાકિસ્તાનની સરહદને ટચ કરી રહ્યું હતું ત્યારે પવનની ગતિ 78 કિમી પ્રતિ કલાક હતી. અનેક જગ્યાઓ પર વીજળીના થાંભલા ઉખડી જવાથી વીજ પુરવઠો ખોરવાયો છે. આઈએમડીના પૂર્વાનુમાન મુજબ તોફાન કાલે દક્ષિણ રાજસ્થાન પહોંચશે અને ત્યાં વરસાદ પડશે. નીચાણવાળા વિસ્તારોમાં લોકોને અલર્ટ કરાયા છે. પૂર આવે તેવી શક્યતા છે. આજે ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના છે જેમાં કચ્છ, પાટણ,બનાસકાંઠામાં સૌથી વધુ વરસાદ પડવાની શક્યતા છે. અન્ય સ્થળોએ પણ વરસાદની વકી છે.
22 લોકો ઘાયલ
આ સાથે રાહત કમિશનર આલોક શર્માએ એમ પણ કહ્યું કે તોફાનના કારણે લગભગ 22 લોકો ઘાયલ થયા છે. હજુ સુધી કોઈના મોતના સમાચાર નથી. 23 પશુઓ માર્યા ગયા છે જ્યારે 524 ઝાડ ઉખડી ગયા છે અને કેટલીક જગ્યાએ વીજળીના થાંભલા પડી ગયા છે. જેના કારણે 940 ગામોમાં વીજળી નથી.
મોરબીના પીજીવીસીએલ અધિકારી જે સી ગોસ્વામીએ કહ્યું કે ભારે પવનના કારણે વીજળીના તાર અને થાંભલા પડી ગયા જેના કારણે માળિયા તહસીલના 45 ગામોમાં વીજળી નહતી જેમાંથી 9 ગામમાં વીજળી બહાલ કરવાનું કામ ચાલુ છે અને બાકીના ગામોમાં વીજળી બહાલ થઈ ગઈ છે.
ગુજરાતમાં અનેક જગ્યાએ શાળાઓ બંધ
ચક્રવાતની અસરના પગલે ગુજરાતમાં અનેક જગ્યાએ આજે શાળાઓ બંધ રાખવામાં આવી છે. વાવાઝોડાના પ્રભાવવાળા વિસ્તારો ઉપરાંત નવસારી, અમદાવાદ, વડોદરામાં તમામ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. પીએમ મોદીએ પણ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે ફોન પર વાત કરીને સ્થિતિ અંગે જાણકારી મેળવી. આ દરમિયાન પીએમ મોદીએ તોફાનથી થયેલા નુકસાન અને એશિયાટીક સિંહો વિશે પણ જાણકારી લીધી.
18 જૂન સુધી 99 ટ્રેનો રદ
ચક્રવાત બિપરજોયના કારણે ટ્રેનો પણ પ્રભાવિત થઈ છે. જે વિસ્તારોમાં બિપરજોયની અસર છે ત્યાંથી પસાર થનારી 99 ટ્રેનો રદ કરવામાં આવી છે. 23 વધુ ટ્રેનો રદ કરાઈ છે. જ્યારે 3 ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ કરાઈ છે. તથા 7 ટ્રેનોને શોર્ટ ઓરિજિનેટ કરાઈ છે. અત્યાર સુધીમાં 99 ટ્રેનો રદ કરાઈ છે. જ્યારે 39 ટ્રેનો શોર્ટ ટર્મિનેટ કરાઈ છે.