અમદાવાદઃ અરબી સમુદ્રમાંથી સર્જાયેલું ચક્રવાત બિપોરજોય ગુજરાતના કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં ઘણું નુકસાન કરી શકે છે. દરિયાકાંઠે વાવાઝોડું ટકરાશે ત્યારે ત્રણ જિલ્લામાં સૌથી વધુ તબાહી સર્જાશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મંગળવારે તોફાન થોડું નબળું પડ્યું હતું, પરંતુ હજુ પણ તે 'અતિ ગંભીર' શ્રેણીમાં છે. ગુરુવારે સાંજે તે ગુજરાતના માંડવી અને પાકિસ્તાનના કરાંચી વચ્ચેના દરિયાકાંઠે અથડાશે તેવી સંભાવના છે. તે સમયે તોફાનની ઝડપ 125 થી 150 કિમી પ્રતિ કલાકની હોઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તોફાનના કારણે ગુજરાત અને મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગાજવીજ અને વરસાદ ચાલુ છે. આ દરમિયાન અકસ્માતમાં સાત લોકોના મોત થયા હતા. વાવાઝોડાને જોતા મંગળવારથી ગુજરાતના દરિયાકાંઠાના 10 કિમી ત્રિજ્યાના વિસ્તારોને ખાલી કરાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. 50 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. બંદરો બંધ કરી દેવામાં આવ્યા છે. NDRFની 17 ટીમો અને SDRFની 12 ટીમો રાહત અને બચાવ માટે તૈયાર છે.


પાંચ દિવસ મુશ્કેલ સમય, રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, જાણો તમામ અપડેટ


ગીર સફારી બંધ, 100 સિંહ દૂર
બિપરજોયને જોતા ગીર નેશનલ પાર્ક બંધ કરી દેવામાં આવ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારોના જંગલમાં હાજર 100 સિંહોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સોમનાથ મંદિર સહિત અન્ય પ્રખ્યાત સ્થળોને પણ બંધ રાખવાની સલાહ આપવામાં આવી છે. પશ્ચિમ રેલવેએ જણાવ્યું કે ભુજ અને ગાંધીધામ જતી ટ્રેનો રદ કરવામાં આવી છે. 30 ટ્રેનોને ગંતવ્ય સ્થાન પહેલા જ રોકી દેવામાં આવી છે.


કોસ્ટગાર્ડે 50 લોકોને બચાવ્યા
ભારતીય કોસ્ટ ગાર્ડે તોફાનની અસરને કારણે ઉબડખાબડ દરિયામાં રાતોરાત ઓપરેશન કરીને ધ્રુવ હેલિકોપ્ટરની મદદથી ગુજરાતના દ્વારકા કિનારે 50 લોકોને બચાવ્યા હતા. આ તમામ લોકો દરિયાકાંઠાથી 40 કિલોમીટર દૂર દરિયામાં તેલ કાઢવા માટે બનાવેલા પ્લેટફોર્મ પર ફસાયા હતા. મંગળવારે 24 ક્રૂ મેમ્બર્સને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે 26ને સોમવારે બહાર કાઢવામાં આવ્યા હતા.


5 વર્ષમાં ચોથું ચક્રવાત, અચાનક ગુજરાત તરફ કેમ વધવા લાગ્યા તબાહીના આટલા તોફાન


સૌથી લાંબુ તોફાન બની શકે છે
IMD અનુસાર, સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે છ મીટર જેટલા ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે. ગરમ દરિયો આ તોફાનને બળ આપી રહ્યો છે. તેથી જ તે આટલા લાંબા સમયથી નબળું પડી રહ્યું નથી. IMD અનુસાર, અરબી સમુદ્રમાં આ સૌથી લાંબુ તોફાન હોઈ શકે છે. સાંજના 5 વાગ્યા સુધી એનું જીવન આઠ દિવસથી વધુ થઈ ગયું છે. 2019માં અરબી સમુદ્રમાં આવેલા ક્યાર તોફાન અને 2018માં ગાઝા તોફાનનું જીવન 9 દિવસ 15 કલાક હતું.


NDRF અને SDRFની 12-12 ટીમો તૈનાત
ગુજરાતના રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ જણાવ્યું હતું કે સોમવારે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં નેશનલ હાઈવે પર ભારે પવનને કારણે વર્ષા બાવળિયા નામની મહિલાનું મોટરસાઈકલ પર ઝાડ પડતા તેનું મૃત્યુ થયું હતું. અકસ્માતમાં તેના પતિને ઈજા થઈ છે. પાંડેએ જણાવ્યું હતું કે ચક્રવાતથી પ્રભાવિત થવાની સંભાવના ધરાવતા જિલ્લાઓમાં NDRF અને SDRFની દરેક 12 ટીમો તૈનાત કરવામાં આવી છે.


આ પણ વાંચોઃ વાવાઝોડામાં દ્વારકા મંદિરની બંને ધજા ખંડિત થઈ, ભક્તો નિરાશ થયા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube