Cyclone Biparjoy: પાંચ દિવસ મુશ્કેલ સમય, રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગનું અપડેટ
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડા બિપરજોય ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. બિપરજોય હાલ તો પ્રતિ કલાક 8 કિમીની ઝડપે આગળ વધી રહ્યું છે. ગુજરાતના કાંઠા વિસ્તારોમાં તેની અસરો પણ દેખાવવા લાગી છે. જે જોતા લાગી રહ્યું છે કે ગુજરાત માટે આગામી 36 કલાક અત્યંત ભારે બની શકે છે. હવામાન ખાતાની આગાહી મુજબ આ વાવાઝોડું 15મી જૂને ગુજરાતના કાંઠેથી પસાર થઈ શકે છે. વાવાઝોડાને જોતા હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગ દ્વારા કચ્છના દરિયા કાંઠાના વિસ્તારમમાં ઓરેન્જને બદલે રેડ એલર્ટ જાહેર કરાયું છે. બિપરજોય હવે વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ તરીકે કચ્છ તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડું દ્વારકાથી 290 અને નલિયાથી 300 કિમી દૂર છે.
14થી 16 જૂન દરમિયાન દરિયા કાંઠાના વિસ્તારમાં અતિ ભારે વરસાદની સંભાવના છે. રાજ્યના 33 જિલ્લામાં હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. આજે દ્વારકામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
તો 15 જૂને દ્વારકા, જામનગર અને કચ્છમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ પ્રમાણે આગામી પાંચ દિવસ અતિ ભારે વરસાદ પડી શકે છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદ. હાલ વેરી સિવિયર સાયક્લોન જખૌ પોર્ટથી 260 km દૂર છે. હાલ વાવાઝોડું ઉત્તર પૂર્વીય દિશા તરફ આગળ વધી રહ્યું છે.
આવતી કાલે વેરી સિવિયર સાયક્લોન ઇન્ટેન્સિટી સાથે વાવાઝોડું ટકરાશે. જખૌ બંદરની નજીક વાવાઝોડું ટકરાશે. વાવાઝોડું જયારે ટકરાશે ત્યારે પવનની ગતી 125-150 km/h ની ઝડપ રહેશે. અમદાવાદમાં આવતીકાલે વીજળીના કડાકા સાથે વરસાદ રહેશે
Trending Photos