Cyclone Biparjoy: ખેડાના ગામડાઓમાં ઢોલ વગાડી લોકોને અપાઈ ચેતવણી, કહ્યું- બે દિવસ સુધી બહાર નિકળવું નહીં
Biporjoy Cyclone: ગુજરાતમાં વાવાઝોડાના ખતરાને જોતા તંત્ર એલર્ટ મોડ પર છે. ગામડાઓમાં લોકોને ચેતવણી આપવામાં આવી રહી છે. તંત્રએ આગામી બે દિવસ સુધી ઘરની બહાર ન નિકળવા લોકોને વિનંતી કરી છે.
અમદાવાદઃ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ગુરૂવાર 15 જૂને વાવાઝોડું બિપરજોય ટકરાવાનું છે. વાવાઝોડાના સંભવિત ખતરાને જોતા તંત્ર એલર્ટ પર છે. નિચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થાળાંતર કરી દેવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યના 33 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ શરૂ થઈ ગયો છે. આ વચ્ચે ખેડા જિલ્લાના ગામડાઓમાં વાવાઝોડાથી સાવચેતી રાખવા માટે જાહેરાત કરવામાં આવી રહી છે. ગામડાઓમાં ઢોલ વગાડીને લોકોને એલર્ટ કરવામાં આવી રહ્યાં છે.
ઢોલ વગાડીને આપવામાં આવી રહી છે સુચના
ગુજરાતમાં સરકાર સહિત તંત્ર વાવાઝોડાના ખતરાને લઈને સતત એલર્ટ મોડમાં આવી ગયા છે. તંત્ર દ્વારા લોકોને ખસેડવાની કામગીરી કરી લેવામાં આવી છે. તો ખેડાના ગામડાઓમાં ઢોલ વગાડીને લોકોને એલર્ટ કરવામાં આવી રહ્યાં છે. કેટલીક જગ્યાએ સ્પીકરમાં લોકોને વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી રહી છે. મામલતદાર દ્વારા કાચા મકાનોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે સ્થાળાંતર કરવાની સૂચના આપવામાં આવી રહી છે. ખેડાના ગામડાઓમાં બે દિવસ માટે બહાર ન નિકળવાની સૂચના પણ આપવામાં આવી રહી છે.
સંભવિત વાવાઝોડાના ખતરા વચ્ચે રાહતના સમાચાર, મોનસૂનને વધુ પ્રભાવિત નહીં કરે 'બિપરજોય'
તલાડીઓને હેડક્વાર્ટર ન છોડવાની સૂચના
વાવાઝોડાના સંભવિત ખતરાને જોતા ખેડા જિલ્લામાં મામલતદાર દ્વારા તમામ તલાડીઓને હેડ ક્વાર્ટર ન છોડવાની સૂચના આપવામાં આવી છે. તંત્ર કાચા મકાનોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube