તેજશ મોદી/સુરત :વાવાઝોડું ફરી ગુજરાતના કાંઠા વિસ્તારોને ધમરોળે તેવી સ્થિતિ ઉભી થઈ છે. આગામી ચાર-પાંચ દિવસોમાં વાવાઝોડું સુરતમાં ટકરાય તેવી સંભાવના છે. અરબી સમુદ્રમાં બની રહેલી સાઈક્લોનિક સિસ્ટમને કારણે 4 જુનની આસપાસ ટકરાય સુરતમાં વાવાઝોડું ટકરાય તેવી સંભાવના છે. સુરત જિલ્લાના અનેક વિસ્તારો વાવાઝોડું ટકરાશે. વાવાઝોડાને કારણે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે. પવન સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. 


કેસ 100ને પાર જતા સાબરકાંઠામાં તંત્રએ ગણિત માંડ્યું, જિલ્લા બહારના દર્દીઓને યાદીમાંથી દૂર કરાયા 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેરળની નજીક અરબ સાગરના તળથી 5.8 કિલોમીટર ઉપર સાઈક્લોનિક સરક્યુલેશન પેર્ટન બની રહી છે. આ સિસ્ટમ 5 દિવસ બાદ ચક્રવાતમાં પરિવર્તિત થઈને ગુજરાતમાં પોરબંદર-સૌરાષ્ટ્રમાં આગમન કરશે તેવી ચેતવણી આપવામાં આવી છે. જો વાવાઝોડાની દિશા બદલાઈ તો સુરતમાં 3 થી 4 જૂનની વચ્ચે 80 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી ભારે પવન સાથે ભારે વરસાદની શક્યતા છે. જોકે, હવામાન વિભાગે ચક્રવાતને લઈને હજી કોઈ અધિકારિક જાહેરાત કરી નથી. 


ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર 2017ના પહેલા સપ્તાહમાં કેરળની નજીક એક લો પ્રેશર ડેલવપ થઈને ચક્રવાતમાં પરિવર્તિત થયું હતું. આ વાવાઝોડાને ઓખી નામ આપવામાં આવ્યું હતું. ઓખી વાવાઝોડાની ચેતવણીથી તંત્ર એલર્ટ થયું હતુ અને કાંઠા વિસ્તારના ગામડાઓની સાથે સાથે શહેરોના કાચા ઘરોમાં રહેનારાઓનુ સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જોકે, ઓખી વાવાઝોડું સુરતની નજીક સમુદ્રમાં સમાઈ ગયું હતું, જેનાથી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. 


જોકે, ગુજરાત તરફ વધી રહેલા ચક્રવાતનો સામનો કરવા માટે સુરત મહાનગરપાલિકાની ટીમે તૈયારી કરી લીધી છે. મંગળવારે આયોજિત મીટિંગમાં સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ અધિકારીઓ સાથે તૈયારીઓનું પ્લાનિંગ કર્યું હતું. જોકે, શહેરમાં પ્રિમોન્સૂન કામગીરી પણ તેજીથી ચાલી રહી છે તેવુ તેઓએ જણાવ્યું. આ સાથે જ ગુજરાત તરફ અરબ સાગરમાંથી આવી રહેલ ચક્રવાતનો સામનો કરવા માટે પાલિકાની ટીમ પણ તૈયાર છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર