હિતલ પારેખ, ગાંધીનગર: તૌકતે વાવાઝોડુ (Cyclone Tauktae) જેમ જેમ ગુજરાત (Gujarat) ની નજીક આવી રહ્યું છે તેમ તેમ રાજ્યનાં વાતાવરણમાં પલટો આવી રહેલો જોવા મળી રહ્યો છે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો ઉપરાંત સમગ્ર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્ર (Suarashtra) અને દક્ષિણ ગુજરાત (Gujarat) નાં દરિયા કાંઠાના વિસ્તારોમાં ભારે પવન અને દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્યારે રાજ્યમાં 21 જિલ્લાના 84 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં 6 તાલુકામાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે. ત્યારે અમદાવાદમાં પણ 17 મેથી 19 મે દરમિયાન પ્રતિ કલાક 20થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સાથે એકથી બે ઇંચ વરસાદની શકયતા છે. 

કેરલ-કર્ણાટક અને ગોવામાં તબાહી મચાવ્યા હવે ગુજરાત તરફ આગળ વધ્યું તૌકતે, 260 KM દૂર


ગુજરાત (Gujarat) ના અમદાવાદ, વલસાડ, મોરબી, રાજકોટ, ભાવનગર, જામનગર, સુરેંદ્રનગર, નવસારી સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો અને વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. અને ત્યારબાદ પવન સાથે વરસાદ ખાબક્યો હતો. આખો દિવસ આકરો બફારો અનુભવતાં પરસેવે રેબઝેબ થયા હતા ત્યારે ઢળતી સાંજે પૂર્વ દિશાથી ઝંઝાવાતી પવનો ફૂંકાયા ધૂળની ડમરીઓ આકાશમાં ઉંચે સુધી ઉડી અને ઠંડો પવન સાથે વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. 


મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યુ છે કે, વાવાઝોડાની અસર ને પરિણામે રાજયમા વરસાદી માહૌલનુ વાતાવરણ સર્જાયુ છે અને  રાજયમાં તા 16-5-21 ના સવારના 6.00 કલાકથી 17-5-21 ના સવારના 6.00 કલાક સુધીમાં 21 જીલ્લાના 84 તાલુકાઓમાં સામાન્યથી હળવો વરસાદ નોંધાયો છે. તે પૈકી ૬ તાલુકામાં 1- ઇંચ જેટલો વરસાદ નોંધાયેલ છે. વાવાઝોડા થી થયેલ નુકસાન ને પહોંચી વળવા માટે રાજય સરકારે 240 વન વિભાગની 242 માર્ગ અને મકાન વિભાગની ટીમો તૈનાત કરી દેવાઈ છે જે રસ્તાઓ સહિત અન્ય ઝાડ પડવાથી બ્લોક થયેલા રસ્તાઓને પૂર્વવત કરવાની કામગીરી કરી રહી છે. 


તેમણે ઉમેર્યુ કે,અસરગ્રસ્ત જિલ્લાઓમા ભારે પવન કે અન્ય? કારણોસર વીજ પૂરવઠો ખોરવાય તો તેને પૂર્વવત કરવા માટે 661 ટીમો ઉર્જા વિભાગ દ્વારા તૈનાત છે જે ચોવીસ કલાક કામગીરી કરી રહી છે. પાવર બ્રેકઅપની 750 જેટલા પ્રશ્નો આવ્યા હતા એ પૈકી 400થી વધુ પ્રશ્નોનુ નિરાકરણ કરી વીજ પુરવઠો પૂર્વવત કરી દેવાયો છે. એ જ રીતે નાગરિકોને આરોગ્ય લક્ષી સારવાર પૂરી પાડવાના હેતુસર આ વિસ્તારો માટે ૩૮૮ આરોગ્ય વિભાગની ટીમો તથા અન્ય સંકલનની કામગરી માટે 319 મહેસુલી અધિકારીઓની ટીમો ત્વરીત પગલાં ભરવા માટે ડીપ્લોય કરવામાં આવી છે. 

મુખ્યમંત્રીએ કરી જાહેરાત, વાવાઝોડાની સંભાવનાને પગલે 2 દિવસ ગુજરાતમાં વેક્સિનેશન સ્થગિત


હવામાન વિભાગની આગાહી
17 મેના રોજ ગુજરાતનાં દરિયા કિનારે પહોંચે તેવી સંભાવના છે. 17 મેના રોજ સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. 17 અને 18 મેના રોજ પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભરૂચ, આણંદ, દક્ષિણ અમદાવાદ, બોટાદ, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, જામનગર, રાજકોટ, દાદરાનગર હવેલી, વલસાડ, નવસારી અને ખેડામાં 70થી 175 કિલોમીટર સુધીનો પવન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત 17 જિલ્લામાં 15 હજારથી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube