અમદાવાદ : વાયુ વાવાઝોડું જેમ જેમ નજીક આવી રહ્યું છે એમ એમ ગુજરાતના શ્વાસ અધ્ધર થઇ રહ્યા છે. વાયુ વાવાઝોડું હવે વેરાવળથી માત્ર 320 કિલોમીટર દૂર છે અને આગામી ગણતરીના કલાકોમાં ગુજરાતને પોતાનું નિશાન બનાવી શકે છે. વાયુ વાવાઝોડું વધુ મજબૂત બન્યુ છે અને ગુરૂવારે વહેલી સવારે પોરબંદર દીવ વચ્ચે ગુજરાતના દરિયા કિનારે ટકરાશે એવી સંભાવના હતી. જોકે બાદમાં સાંજે વાયુની દિશામાં ફેરફાર થતાં હવે એ સવારેને બદલે ગુરૂવારે બપોરે ગુજરાતના દરિયા કિનારે ટકરાય એવી સંભાવના હોવાની સરકારે લેટેસ્ટ માહિતી આપી છે. સાથોસાથ આ વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા પણ અપીલ કરવામાં આવી રહી છે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતીઓના માથે હાલમાં વાયુનો ખતરો મંડરાઇ રહ્યો છે. વાયુ વાવાઝોડું તીવ્ર ગતિએ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. 150થી 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહેલ વાયુ વાવાઝોડુ હાલમાં વેરાવળથી માત્ર 320 કિલોમીટર જ દૂર છે અને ગુજરાતના દરિયા કાંઠા તરફ આગળ વધી રહ્યું છે. પહેલા આ વાવાઝોડુ વેરાવળ તરફ આગળ વધતું દેખાતું હતું પરંતુ એની દિશામાં થોડો ફેરફાર થયો હોવાનું સામે આવ્યું છે. 


વાયુ વાવાઝોડાની કેવી થશે અસર? જુઓ વીડિયો


વાયુ વાવાઝોડા અંગે લેટેસ્ટ વિગત આપતાં ગુજરાત હવામાન વિભાગના જયંત સરકારે જણાવ્યું કે, વાયુ વાવાઝોડાની તીવ્રતામાં ઘટાડો નોંધાયો નથી. એ વધુ મજબૂત દેખાઇ રહ્યું છે. જોકે એની દિશામાં થોડો ફેર થયો છે. ગુરૂવારે વહેલી સવારે ને બદલે બપોરે આ વાવાઝોડું પોરબંદર દિવ વચ્ચેના દરિયા કાંઠે ટકરાશે. એ સમયે આસપાસના વિસ્તારમાં 145થી 150 કિલોમીટર પ્રતિ કલાક સુધી ભારે પવન ફૂંકાઇ શકે છે. 


હવામાન વિભાગના વડા શું કહે છે?


લેટેસ્ટ ન્યૂઝ, જુઓ LIVE TV