vayu

ખેતી નિષ્ફળ જતા પોરબંદરના ખેડૂતોને રોવાનો વારો આવ્યો, પાક વીમાની કરી માંગ

મેઘરાજાએ રાજ્યના દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સારી મેઘ મહેર કરી છે. પરંતુ સૌરાષ્ટ્રના પોરબંદર સહિતના વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી વરસાદ ખેંચાતા ખેડૂત ચિંતીત બન્યા છે. તો જિલ્લાના બરડા પંથકના હજારો ખેડૂતોના પાક વરસાદ ખેંચાતા નિષ્ફળ નિવડ્યો છે, જેથી ખેડૂતોએ તાત્કાલિક પાક વીમા અંગેનો સર્વે કરવામાં આવે અને ખેડૂતોને પાક વિમાની રકમ ચૂકવાય તે અંગેની માંગ સાથે ખેડૂતો જિલ્લા ખેતીવાડીની કચેરીએ પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી.

Jul 23, 2019, 08:50 AM IST
Rain Showers in Ahmedabad PT9M21S

અમદાવાદમાં અનેક જગ્યાએ વરસાદ પડવાના કારણે વાતાવરણમાં ઠંડક

અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો. પ્રહલાદનગર, શ્યામલ, શિવરંજની, એસજી હાઇવે, વેજલપુર વિસ્તારમાં વરસાદ પડ્યો.

Jun 18, 2019, 01:10 PM IST
Rain in Parts of Gujarat PT27M40S

રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ પડવાના કારણે વાતાવરણમાં ઠંડક

અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો. પ્રહલાદનગર, શ્યામલ, શિવરંજની, એસજી હાઇવે, વેજલપુર વિસ્તારમાં વરસાદ પડ્યો.

Jun 18, 2019, 01:00 PM IST

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે NDRF તૈનાત

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કચ્છ તરફ આવી રહેલું વાવાઝોડું નબળુ પડ્યું છે. પરંતુ હવાના ઊંડા દબાણની સિસ્ટમ જોતાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને મહેસાણાના કેટલાક વિસ્તારોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડી શકે તેવી શક્યતા છે. ત્યારે પાટણ જિલ્લામાં એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ છે. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ અને વાવાઝોડાની ભીતિને પગલે ndrfની ટીમ પાટણ પહોંચી છે. 27 સભ્યોની ndrf ની ટીમ બચાવ સાધન સામગ્રી સાથે સજ્જ બની છે. ભારે વરસાદની આગાહી ને પગલે બચાવ કામગીરી ઝડપી થઈ શકે તેમાટે ndrfની ટીમ પાટણ સ્ટેન્ડ બાય રખાઈ છે. 

Jun 18, 2019, 12:12 PM IST

ગુજરાતમાં 47 તાલુકામાં વરસાદ, જુઓ આગામી દિવસોમાં કેવુ રહેશે વાતાવરણ

વાયુ વાવાઝોડાને કારણે ગુજરાતમાં ધારણા કરતા વહેલા વરસાદનું આગમન થયું છે. પણ હાલ રાજ્યમાં સર્વત્ર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ચોમાસાએ ભલે વિધીવત આગમન કરી લીધું છે, ત્યારે વાતાવારણમાંથી ગરમી દૂર થતા લોકોના ચહેરા પર આનંદ જોવા મળી રહ્યો છે, તો સાથે જ ખેડૂતો પણ વાવણી યોગ્ય સમયે થઈ રહી હોવાને કારણે ખુશખુશાલ જોવા મળી રહ્યાં છે. હવામાન વિભાગ દ્વારા મળેલી માહિતી અનુસાર, રાજ્યના 47 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. 

Jun 18, 2019, 11:48 AM IST
Rain Start in Gir Somnath And Una PT1M5S

ગીર-સોમનાથ, ઉનામાં ભારે વરસાદ શરૂ, અરવલ્લી અને સાવરકુંડલામાં વરસાદી માહોલ

સૌરાષ્ટ્રમાં ચોમાસાની મહેર વરસી છે. સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં મન મૂકીને વરસાદે દસ્ત આપી છે. ત્યારે ગીર-ગઢડાના થોરડી ગામ પાસે આવેલી શાંગાવાડી નદીમાં પૂર આવ્યા છે. ગીર જંગલમાં વધુ વરસાદ હોવાને કારણે નદીમાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે.

Jun 18, 2019, 11:05 AM IST

સૌરાષ્ટ્રમાં મેઘ મહેર : ગીરની શાંગાવાડી નદીમાં પૂર, કોડીનારમાં મકાન પર વીજળી ત્રાટકી

સૌરાષ્ટ્રમાં ચોમાસાની મહેર વરસી છે. સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં મન મૂકીને વરસાદે દસ્ત આપી છે. ત્યારે ગીર-ગઢડાના થોરડી ગામ પાસે આવેલી શાંગાવાડી નદીમાં પૂર આવ્યા છે. ગીર જંગલમાં વધુ વરસાદ હોવાને કારણે નદીમાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે. 

Jun 18, 2019, 10:07 AM IST

હવામાન વિભાગે વાયુ વાવાઝોડાનું લેટેસ્ટ બુલેટિન જાહેર કર્યું, જાણો શું માહિતી આપી

ગઈકાલે મધરાતે વાયુ વાવાઝોડુ કચ્છમાં ત્રાટક્યું હતું. વાયુ વાવાઝોડું ધીમે ધીમે નબળુ પડતું ગયું હતું અને સમય જતાં હવે તેની તીવ્રતા સતત ઘટતી જઈ રહી છે. વાયુને કારણે રાજ્યના અલગ અલગ વિસ્તારમાં વરસાદ પણ પડ્યો હતો. ત્યારે વાયુ વાવાઝોડાને લઈને હવામાન વિભાગે છેલ્લુ બુલેટિન જાહેર કર્યું છે. 

Jun 18, 2019, 08:43 AM IST

કચ્છમાં વાયુ વાવાઝોડાનું સંકટ ટળ્યું, હવે માત્ર પવન સાથે વરસાદની આગાહી

કચ્છના દરિયાઇ વિસ્તારમાં વાયુ વાવાઝોડાનું સંકટ ઘટ્યું છે. પરંતુ હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે, કે મંગળવારે કચ્છના કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ આવી શકે છે. સંકટ ટળ્યું છે, છતા પણ દરિયાઇ વિસ્તારની નજીક રહેનારા લોકોને સતર્ક રહેવાનું સુચન આપવામાં આવ્યું છે.

Jun 17, 2019, 10:59 PM IST

પ્રતિકલાક 8 કિમીની ઝડપે આગળ વધી રહ્યુ છે ‘વાયુ વાવાઝોડું’,આવશે ભારે વરસાદ

વાયુ વાવાઝોડુ આજે મોડી રાત્રે કચ્છના દરિયા કિનારે ડીપ્રેશનના સ્વરૂપમાં ટકરાશે જેને પગલે કચ્છ અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતી ભારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. વાયુના ડિપ્રેશનના પગલે કચ્છમાં 40 થી 50 કિલોમીટર પ્રતિકલાક પવન ફુકાવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 

Jun 17, 2019, 05:33 PM IST

વાયુ વાવાઝોડાના અપડેટ : રાજ્યમાં NDRF 24 ટીમ તૈનાત, અનેક બંદરે 3 નંબરનું સિગ્નલ

ગુજરાતના માથા પર વાયુ વાવાઝોડુ ફરી સક્રિય થયું છે. અરબી સમુદ્રમાં ચકરાવો લેતા વાવાઝોડું સંકટ ત્રણ દિવસ પહેલા ટળી ગયું હતું, પરંતુ હવે તે ફરીથી ગુજરાત પર ત્રાટકવાની તૈયારીમાં છે. મધરાત સુધી આ સાઈક્લોન કચ્છ કિનારાને ધમરોળશે. ત્યારે આજે બપોર બાદથી તેની અસરો દેખાવાની શરૂ થઈ ગઈ છે. તો બીજી તરફ, વાયુ વાવાઝોડુ ફરી ગુજરાતના દરીયા કિનારે પહોચવાની સંભાવનાને પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે. તકેદારીના ભાગરૂપે રાજ્યમાં કુલ 24 એનડીઆરએફની ટીમો તૈનાત કરાઈ છે. 

Jun 17, 2019, 03:59 PM IST

પરત ફરી રહેલ ‘વાયુ’ વાવાઝોડું આજે કચ્છમાં ત્રાટકશે, ક્યાં અને કેવી રીતે? જાણો

ચાર દિવસ પહેલા વાયુ વાવાઝોડાની દિશા તો ફંટાઈ ગઈ હતી, પણ આજે પરત ફરતા સમયે તે ફરીથી ગુજરાતના દરિયા કાંઠે ટકરાવાનું છે. આજે મધરાતે વાયુ વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. આ વાવાઝોડું સિવીયર સાયક્લોનીક સ્ટોર્મમાંથી સાયક્લોનિક સ્ટોર્મમાં ફેરવાયું છે.

Jun 17, 2019, 12:13 PM IST

કચ્છમાં વાયુની અસર વર્તાઈ, પવન ફૂંકાવાનો શરૂ, દ્વારકાના દરિયામાં કરંટ

વાયુ વાવાઝોડું યુ ટર્ન મારીને ફરી એકવાર ગુજરાત તરફ આવી રહ્યું છે. ભલે તેની તીવ્રતા ઘટી રહી છે. પરંતુ હજુપણ ખતરો તોળાઈ રહ્યો છે. ખાસ કરીને કચ્છના દરિયાકાંઠે વાયુ વાવાઝોડું ત્રાટકવા જઈ રહ્યું છે. જેના કારણે દરિયાકાંઠે ઉંચા મોજા ઉછળશે અને ભારે પવન ફૂંકાશે. 

Jun 17, 2019, 08:16 AM IST

'વાયુ'નો યુ ટર્ન, વાવાઝોડાને લઈને આવ્યાં મહત્વના સમાચાર, ખાસ જાણો

વાયુ વાવાઝોડાની તીવ્રતામાં ઘટાડો થયો છે. વાવાઝોડું પોરબંદરથી દક્ષિણ પશ્વિમમાં 480 કિમી દૂર.. 17 જૂને રાત્રે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઇને કચ્છના દરિયાકિનારે ટકરાશે. 

Jun 16, 2019, 06:35 PM IST

મન મૂકીને વરસાદ વરસતા ખેડૂતોએ પૂજા કરીને વાવણી શરૂ કરી

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. જેને કારણે ખેડૂતો ગેલમાં આવી ગયા છે. છેલ્લા ત્રણ દિવસથી સારો વરસાદ વરસતા ખેડૂતો ખેતરે હળ સાથે જોવા મળી રહ્યાં છે. ત્યારે રાજ્યના અનેક ખેડૂતીએ વાવણીનો શુભારંભ કર્યો છે. અનેક ખેડૂતોએ જ ભીમ અગિયારસથી જ વાવણીની શરૂઆત કરી દીધી હતી. 

Jun 16, 2019, 02:42 PM IST

વાયુ વાવાઝોડુ ફંટાયા બાદ રાજ્યના હવામાનમાં પલટો, 29 તાલુકાઓમાં વરસાદ

હવામાન ખાતાએ છેલ્લા 12 કલાકોમાં વાયુ વાવાઝોડાની ગતિ ધીમી પડવા છતાં તેને અતિ ગંભીર શ્રેણીમાં મૂકતા કહ્યું છે કે વાયુની દિશા શનિવારે ગુજરાતના કાંઠા વિસ્તારોથી સમુદ્રમાં પશ્ચિમ તરફ થઈ ગઈ છે. હવામાન ખાતાએ વાયુ વાવાઝોડું 17 જૂન સાંજ સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના કાંઠા વિસ્તારોમાં પહોંચે તેવું અનુમાન કર્યું છે.

Jun 15, 2019, 11:58 PM IST
Effect of Vayu cyclone in Gujarat PT5M18S

વાયુ વાવાઝોડાની ગુજરાત પર શું થઈ અસર? જાણવા કરો ક્લિક

વાયુ વાવાઝોડાનો ખતરો હજી પણ ગુજરાતના માથે મંડરાઈ રહ્યો છે. વાવાઝોડુ પહેલા ગુજરાત તરફ, બાદમાં ઓમાન, અને હવે ફરીથી ગુજરાત તરફ આવી રહ્યું છે. વાયુની દિશા ફરીથી ગુજરાત તરફ બદલાતા હવે આગામી 48 કલાકમાં ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો થવાની શક્યતા છે તેવું અમદાવાદના હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.જયંત સરકારે જણાવ્યું.

Jun 15, 2019, 04:55 PM IST
Situation of vayu strom at Dwarka, Veraval and Kandla PT7M59S

શું છે વાયુ વાવાઝોડાની લેટેસ્ટ સ્થિતિ? જાણવા કરો ક્લિક

વાયુ વાવાઝોડાનો ખતરો હજી પણ ગુજરાતના માથે મંડરાઈ રહ્યો છે. વાવાઝોડુ પહેલા ગુજરાત તરફ, બાદમાં ઓમાન, અને હવે ફરીથી ગુજરાત તરફ આવી રહ્યું છે. વાયુની દિશા ફરીથી ગુજરાત તરફ બદલાતા હવે આગામી 48 કલાકમાં ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો થવાની શક્યતા છે તેવું અમદાવાદના હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.જયંત સરકારે જણાવ્યું.

Jun 15, 2019, 12:25 PM IST

Breaking : ‘વાયુ’ની અસર ઉત્તર ગુજરાતમાં પણ થશે, કચ્છ સુધી પહોંચતા ડિપ્રેશનમાં ફેરવાશે

વાયુ વાવાઝોડાનો ખતરો હજી પણ ગુજરાતના માથે મંડરાઈ રહ્યો છે. વાવાઝોડુ પહેલા ગુજરાત તરફ, બાદમાં ઓમાન, અને હવે ફરીથી ગુજરાત તરફ આવી રહ્યું છે. વાયુની દિશા ફરીથી ગુજરાત તરફ બદલાતા હવે આગામી 48 કલાકમાં ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો થવાની શક્યતા છે તેવું અમદાવાદના હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.જયંત સરકારે જણાવ્યું.

Jun 15, 2019, 12:13 PM IST
Market open today by Saurastra APMC association PT1M41S

સૌરાષ્ટ્ર એપીએમસી અસોશિયેશન દ્વારા આજથી માર્કેટની ફરી શરૂઆત

સૌરાષ્ટ્ર એપીએમસી અસોશિયેશન દ્વારા આજથી માર્કેટની ફરી શરૂઆત. ભારે વાવાઝોડાની આશંકાને કારણે એને બંધ રાખવામાં આવ્યા હતા.

Jun 15, 2019, 10:30 AM IST