ગુજરાતના આ જિલ્લાઓમાં ગમે ત્યારે આવશે વરસાદ, અંબાલાલ પટેલની છે આગાહી
Weather Update Today : રાજ્યમાં 1થી 5 માર્ચ દરમિયાન પવન સાથે માવઠાની શક્યતા.... કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, અમદાવાદ, બનાસકાંઠામાં પડી શકે માવઠું.... આગાહીકાર અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારતી કરી આગાહી....
Gujarat Weather Forecast : ગુજરાતના વાતાવરણમાં ભારે ફેરફારની શક્યતાની આગાહીકાર અંબાલાલ પટેલની તોફાની આગાહી આવી ગઈ છે. હવામાન નિષ્ણાતે ગુજરાતમાં પવનના તોફાનો, વંટોળ, દરિયા કિનારેના પવન, કમોસમી વરસાદની આગાહી કરી છે. જે મુજબ 26 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી રાજ્યાના વાતાવરણમાં મોટો પલટો આવશે. ગુજરાતમાં 1થી 5 માર્ચ વચ્ચે પવન સાથે કમોસમી વરસાદ ત્રાટકી શકે છે. તો આ દિવસોમાં કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, અમદાવાદ, બનાસકાંઠામાં માવઠું પડી શકે છે.
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જે નવી આગાહી કરી છે તેનાથી તમે હચમચી જશો. કારણ કે, ગુજરાત પર એકસાથે પવનના તોફાનો, આંધી વંટોળ, દરિયા કિનારેના પવન, કમોસમી વરસાદ ત્રાટકશે. ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવવાનો છે અને આ પલટો લોકો માટે ભારે સાબિત થશે. હાલ સમગ્ર ગુજરાત ઠંડીના બાનમાં છે. ગુજરાતના અનેક શહેરોમાં સુસવાટાભર્યો પવન ફૂંકાઈ રહ્યો છે. તો દિવસે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આ સપ્તાહમાં ઠંડી, ગરમી કે વરસાદનું જોર વધશે.
મળી ગયો દુનિયાનો સૌથી મહાકાય સાપ, વૈજ્ઞાનિકોએ તેને પૃથ્વીનો નવો રાક્ષસ ગણાવ્યો
26 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી કંઈક મોટું થશે
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, 26 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે. રાજ્યના જુદા જુદા ભાગોમાં વાતાવરણ પલટાશે. જળદાયક ગ્રહોના યોગો, ઉદય, ગ્રહોના ફેરફાર અને પવન વાહક ગ્રહોની સ્થિતિના કારણે વાતાવરણ પલટાશે. આવતીકાલ સોમવારથી ગુજરાતમાં લઘુત્તમ તાપમાન વધશે. જેથી મધ્ય ગુજરાતમાં લઘુત્તમ 18 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે.
પુત્રએ પિતાની લારીને ગુજરાતની ફેમસ ફુડ બ્રાન્ડ બનાવી, આજે વિદેશોમાં છે રેસ્ટોરન્ટ
ગુજરાતમાં ફરી વરસાદની આગાહી
અંબાલાલ પટેલે આ સાથે જ વરસાદની આગાહી કરતા કહ્યું કે, આગામી માર્ચ મહિનામાં ગુજરાતમાં વરસાદની આગાહી છે. 1 થી 5 માર્ચે પવનના યોગ સર્જાતા, ભારે પવન સાથે કમોસમી વરસાદની શક્યતા છે. કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, અમદાવાદ, બનાસકાંઠા જેવા વિસ્તારોના હવામાનમાં મોટા ફેરફાર જણાશે. આ દિવસોમાં પવનનું જોર પણ રહેશે. 10 માર્ચ થી 12 માર્ચમાં મોટા ફેરફાર થશે.
અંબાલાલની ગરમીની આગાહી
તો ગરમી ક્યારે આવશે તે વિશે પણ કહ્યું કે, 20-21 માર્ચથી સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં આવતા ગરમીની શરૂઆત થશે. હાલ ગરમી ચાર માર્ચથી ક્રમશ વધશે. આ સાથે જ અંબાલાલ પટેલે ખેડૂતોને સાવચેતીના પગલાં લેવાની સલાહ આપી છે. ગુજરાતનું વાતાવરણ પલટાતા ખેડૂતોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.