સુરત : સુરતના પાંડેસરા વિસ્તારનાં ગણેશનગરમાં મકાનમાં સિલિન્ડર બ્લાસ્ટની ઘટના બની હતી. પાંડેસરાના ગણેશનગરમા એક મકાનનાં ત્રીજા માળે ગેસ ચાલુ હતો ત્યારે ઉપર માળીયામાં રહેલા એક ડબ્બામાંથી પેટ્રોલ ઢોળાતા આગ ભભકી ઉઠી હતી. પ્રાથમિક તબક્કે આગ ડબ્બા અને ત્યારબાદ રસોડામાં લાગી ગઇ હતી. ત્યાર બાદ સિલિન્ડર સુધી પહોંચતા સિલિન્ડર પણ બ્લાસ્ટ થયો હતો. જેમાં માતા પુત્રી દાઝી દયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ: લોકડાઉનનું પાલન કરાવવા નિવૃત કર્મચારીઓ અને અદ્યતન ટેક્નોલોજીની સેવા લેવાશે

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર ગણેશનગરમાં નસરુદ્દીન અંસારી પોતાના પરિવાર સાથે ત્રીજા માળે રહે છે. દરમિયાન તેના પત્ની રસોઇ બનાવી રહ્યા હતા. જો કે ઉપર માળીયામાં રહેલા ડબ્બામાંથી અચાનક પેટ્રોલ નીચે ઢોળાવા લાગ્યું હતું. જોત જોતામાં આગનો ભડકો થયો હતો અને સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. જેમાં માતા પુત્રી સામાન્ય ઘાયલ થયા હતા.


લોકડાઉનનાં કડક પાલન માટે પોલીસ પ્રતિબદ્ધ, સામ,દામ, દંડ ભેદથી નાગરિકોની સુરક્ષા

તત્કાલ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા આગને કાબુમાં લેવામાં આવી હતી. જ્યારે માતા પુત્રીને સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યાં હાલ બંન્નેની સ્થિતી સામાન્ય હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. જો કે હાલ તો માળીયામાં પેટ્રોલ શા માટે રખાયું હતું તે અંગે ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસ તંત્ર તપાસ કરી રહ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube