લોકડાઉનનાં કડક પાલન માટે પોલીસ પ્રતિબદ્ધ, સામ,દામ, દંડ ભેદથી નાગરિકોની સુરક્ષા

રાજ્યનાં પોલીસ વડાએ પત્રકાર પરિષદ સંબોધિત કરતા જણાવ્યું કે, રાજ્યમાં લોકડાઉનનો ચુસ્ત અમલ થાય તે માટે પોલીસ તમામ શક્ય પગલા ઉઠાવી રહી છે. ટેક્નોલોજીની પણ શક્ય તેટલી મદદ લેવાઇ રહી છે. વાહનોની નંબર પ્લેટનાં આધારે રસ્તા પર વારંવાર ફરતા દેખાતા નાગરિકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના માટે ઓટોમેટિક નંબરપ્લેટ રિકગ્નાઇઝેશન સોફ્ટવેરની મદદ લેવામાં આવી રહી છે. જેના આધારે રસ્તા પરનાં વિવિધ ફુટેજનાં આધારે વારંવાર ફરતા દેખાયેલા વાહનની ઓળખ કરશે. આ તમામ વિરુદ્ધ ગુના દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવશે.

Updated By: Apr 4, 2020, 08:00 PM IST
લોકડાઉનનાં કડક પાલન માટે પોલીસ પ્રતિબદ્ધ, સામ,દામ, દંડ ભેદથી નાગરિકોની સુરક્ષા

ગાંધીનગર : રાજ્યનાં પોલીસ વડાએ પત્રકાર પરિષદ સંબોધિત કરતા જણાવ્યું કે, રાજ્યમાં લોકડાઉનનો ચુસ્ત અમલ થાય તે માટે પોલીસ તમામ શક્ય પગલા ઉઠાવી રહી છે. ટેક્નોલોજીની પણ શક્ય તેટલી મદદ લેવાઇ રહી છે. વાહનોની નંબર પ્લેટનાં આધારે રસ્તા પર વારંવાર ફરતા દેખાતા નાગરિકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના માટે ઓટોમેટિક નંબરપ્લેટ રિકગ્નાઇઝેશન સોફ્ટવેરની મદદ લેવામાં આવી રહી છે. જેના આધારે રસ્તા પરનાં વિવિધ ફુટેજનાં આધારે વારંવાર ફરતા દેખાયેલા વાહનની ઓળખ કરશે. આ તમામ વિરુદ્ધ ગુના દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવશે.

કોરોના વાયરસને હરાવી 75 વર્ષ વૃદ્ધા જીત્યા જંગ,ધાર્મિક પુસ્તકો ઘરનું ભોજન છે રામબાણ

ડીજીપીએ જણાવ્યું કે, જરૂરી સેવાઓ સાથે જોડાયેલા કેટલાક લોકો તેમને મળેલા પાસ પરમીટનો દુરૂપયોગ કરતા હોવાનું પણ ધ્યાને આવ્યું. લોકડાઉનની સ્થિતીમાં કેટલાક વ્યક્તિઓ આ વાહનમાં લોકોને બેસાડી એક સ્થળે બીજા સ્થળે લઇ જવાની ઘટના સામે આવી અને તેની ગંભીર વિગતોનાં આધારે આ વાહન ચાલકો સામે કડક કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. ડ્રોન મારફતે પણ અનેક વિસ્તારોમાં નજર રાખવામાં આવી રહી છે. રાજ્યમાં 114 ડ્રોન અને હજારો સીસીટીવીના આધારે કાર્યવાહી ચાલી રહી છે. લોકડાઉનની ગંભીરતાને સમજીને નાગરિકો સ્વયં બિનજરૂરી બહાર નિકળવાનું ટાળે તે ખુબ જ જરૂરી છે તેવું રાજ્યનાં પોલીસ વડાએ જણાવ્યું હતું.

કોરોનાની ખેર નથી! સંપુર્ણ સ્વદેશી બનાવટનું વેન્ટિલેટર રાજકોટની કંપનીએ માત્ર 1 લાખમાં તૈયાર કર્યું

દિલ્હીનાં નિઝામુદ્દીન મરકજથી ગુજરાતમાં આવેલા વ્યક્તિઓ સંદર્ભે રાજ્ય પોલીસવડાએ જણાવ્યું કે, ગઇકાલે ગુજરાતમાંથી 103 નાગરિકો પકડાયા હતા. જે પૈકી એકનું મૃત્યુ અને એકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આજે અન્ય સાત વ્યક્તિઓને ઓળખી લેવાયા છે. આ તમામ 7 નવસારીના છે. તેઓ કુલ 110 લોકોને મળ્યા છે જે તમામને ક્વોરન્ટીન કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

અનોખી પહેલ: યુનિવર્સિટી પ્રોફેસર્સ દ્વારા નવા શૈક્ષણીક સત્રથી એક કલાક વધારે ભણાવાશે

ક્લસ્ટર ક્વોરન્ટીન કરાયેલા મહાનગરનાં કેટલાક વિસ્તારોમાં ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. પોલીસ તંત્ર દ્વારા ગઇકાલથી અત્યાર સુધી 1213 અને હોમ ક્વોરન્ટાઇન ભંગના 451 તથા અન્ય 201 ગુનાઓ થઇને કુલ 1865 ગુનાઓ આજરોજ દાખલ કરવામાં આવ્યા. જે અનુસાર 2724 વ્યક્તિઓની અટકાયત કરાઇ છે. 8172 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube