ચિરાગ જોશી, (ડભોઇ) વડોદરા: વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના ભાવપુરા ગામે ખેતી ધરાવતા ખેડૂત મહેશભાઇ ચુનીભાઇ પટેલે પોતાની જમીન ઉપર 50 વિઘામાં થાઇલેન્ડ દેશમાં પાકતા થાઇજામફળનો સફળતા પૂર્વક પાક પકવીને વાર્ષિક લાખો રૂપીયાની કમાણી કરીને ઉત્તમ ઉદાહરણ બીજા ખેડૂતો સમક્ષ રજુ કર્યું છે.  બીજા ખેડૂત મિત્રો પણ ધગશથી આવી ખેતીમાં પરોવાય અને તેમના પરિવારોના જીવન સુખી બને તેવી રીતે તે પ્રેરણા પૂરી પાડી  રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


આમ તો ઉત્સાહી અને ખંતીલા ખેડૂત મહેશભાઇ પટેલ પહેલેથી જ ખેતી પ્રત્યે ધ્યાન આપી પોતાની 50 વિઘા જમીનમાં વિવિધ પ્રકારની ખેતી કરતા હતા પરંતુ ધારી સફળતા કે ધાર્યા પ્રમાણે પાકનું ઉત્પાદન થતુ નહતું. આથી તેઓ એવા પાકની શોધમાં હતા કે જેથી ઓછી મહેનત ઓછો ખર્ચ અને કમાણી વધુ થાય. 2011ના વર્ષમાં એક દિવસ તેઓ છ્ત્તીસગઢ રાજ્યના પ્રવાસે ગયા હતા. ત્યાં છ્ત્તીસગઢથી થોડે અંતરે રાયપુર ગામે પ્રવાસ દરમ્યાન તેઓની નજર એક ખેતર તરફ ગઇ જ્યાં 500 ગ્રામથી 1 કિલો 600 ગ્રામ સુધીના મોટા થાઇજામફળના જુમખા ને જુમ્ખા જોઇ તેમણે તે જામફળની ખરીદી કરી. જામફળ જ્યારે તેમણે ચાખ્યા તો તેનો સ્વાદ મીઠો મધુરો અને ચટાકેદાર જણાયો. બસ પછી તો ખેડૂત પુત્રને જોવું જ શું? જે પાકની તેઓ શોધમાં હતા તે પાક તેમની નજરની સામે હતો,  જેમાં તેઓએ આ જામફળના છોડ જેની કિમત એક છોડની રૂપિયા 180/- જેમાં છત્તીસગઢ (રાયપુર) થી ડભોઇ ટ્રાન્સપોર્ટ ચાર્જ સાથે થાય જેથી તેઓએ સાહસ કરીને 50 વિઘા જમીન માટે છોડ ખરીદ્યા અને ત્યાંથી સંપૂર્ણ માહિતી આ ખેતી માટે ત્યાંના ખેડૂત પાસેથી મેળવી લીધી.



 જેમાં રોપવા માટે પ્રથમ બીડ બનાવી ખાતર પૂરી, બીડમાં છોડ રોપવા છોડ રોપ્યા. પછી ટ્રીટમેન્ટમાં દવા (ખેતરોમાં નાખવાની) – સારું દેશી છાણ્યુ ખાતર તેમજ અન્ય ખાતર નો ઉપયોગ કરવામાં આવે છે. આમ તો આ છોડને રોપ્યા પછી બીજા વર્ષે તેના ઉપર પાકનો ઉતારો આવે છે.  આ જામફળમાં દેશી ખાતર વધારે પ્રમાણમા ઉપયોગમા લેવાતા હોઈ આ જામફળમા સારી એવી મીઠાસ જોવા મળે છે અને ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. તથા તેનાથી આ થાઇલેન્ડ જાતના જામફળનો પાકનો ઉતારો વધારે સારા પ્રામાણમાં ઉતરતો હોવાથી ખેડૂતને સારી આવક ઉભી થાય છે. 



હાલ આ જામફળ કિલોના 50 રૂપિયા થી લઈને 100 રૂપિયા સુધી બજારમાં વેચાઈ રહ્યા છે. આ થાઇલેન્ડ જાતના જામફળ તૈયાર થયા પછી તેના પર નેટ લગાવવાથી ફળને ડાઘ પડતા નથી તેમજ પ્લાસ્ટીક બેગ લગાવવાથી ફળને પક્ષીઓ પણ બગાડતા નથી. પેપર લગાવવાથી સૂર્યના તાપથી ફળને રક્ષણ મળે છે. જેનાથી આ જામફળના પાકની જાળવણી થાય છે તેમજ પાકની ખાસ કાળજી લેવામાં આવે છે,  અને ખેડૂતને સારી આવક મળે છે. જો મહેશભાઇ પટેલને અનુલક્ષીને બીજા ખેડૂતો પણ તેમની પાસેથી પ્રેરણા લે તો સમગ્ર તાલુકામા આવી થાઇલેન્ડ જામફળની ખેતી થાય અને અનેક ખેડૂતોને તે લાભકર્તા થઇ શકે છે.



ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...