હરીન ચાલીહા/દાહોદ :દાહોદમાં 29 નવેમ્બરના રોજ મોટો હત્યાકાંડ સર્જાયો છે. સંજેલીના તરકડા મહુડીમાં એક જ પરિવારના 6 લોકોની નિર્દયીપૂર્વક હત્યા કરવામાં આવી હતી. પરિવારમાં રહેતા પતિ-પત્ની અને 4 બાળકોની ક્રુરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. ત્યારે તરકડા મહુડી ગામે થયેલા આ સામૂહિક હત્યાકાંડનો ભેદ ઉકેલાઈ ગયો છે. કુટુંબી ભાઈએ પ્રેમસબંધમાં આ સામુહિક હત્યા કાંડ ખેલ્યો હતો. જેના બાદ હત્યારાએ મોરબી રેલવે ટ્રેક પર જઈને પોતે પણ મોત વ્હાલુ કર્યું હતુ. 


10 વર્ષ બાદ આજે ગોધરાકાંડના નાણાવટી-મહેતા તપાસ પંચનો બીજો ભાગ વિધાનસભામાં મૂકાશે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

8 દિવસ બાદ હત્યાકાંડનો ભેદ ઉકેલાયો
દાહોદના તરકડા મહુદી ગામે એક જ પરિવારના 6 લોકોની નિર્દયીપૂર્વક હત્યા કરાઈ હતી. મરનારાઓમાં 3 બાળકો અને 1 બાળકીનો સમાવેશ થાય છે. હત્યાની તસવીરો એટલી દર્દનાક હતી કે, તમામ લોકોના ગળા કાપીને તેમની હત્યા કરવામાં આવી હતી. મૃતકોમાં ભરત કડકીયાભાઈ પલાશ (ઉંમર 40 વર્ષ) અને સમીબેન ભરતભાઈ પલાશ (ઉંમર 40 વર્ષ)નો સમાવેશ થાય છે. જ્યારે કે, તેમના સંતોના પુત્રી દિપીકા પલાશ (12 વર્ષ), હેમરાજ પલાશ (10 વર્ષ), દિપેશ પલાશ (8 વર્ષ), રવિ પલાશ (6 વર્ષ)ની પણ નિર્દયી રીતે હત્યા કરાઈ છે. તો બીજી તરફ, આ ઘટનાની જાણ થતા જ બીજી ઘટના પણ બની હતી કે,  મરનાર ભરતભાઈના કાકાનો છોકરો વિક્રમ પલાશ જે મોરબીમાં રહેતો હતો તેનું ટ્રેનમાં
કપાઈને મોત થયું હતું. એક જ પરિવારમાં બંને ઘટના એકસાથે બનતા દાહોદ પોલીસ દોડતી થઈ હતી, અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. હત્યાકાંડના આઠ દિવસ બાદ સામે આવ્યું કે, વિક્રમ પલાશે જ આ ખૂની ખેલ ખેલ્યો હતો. જેના બાદ હત્યારા પલાશે મોરબી રેલવે ટ્રેક પર ઝંપલાવીને મોત વ્હાલુ કર્યું હતું. આ હત્યાકાંડ તેણે પ્રેમ સંબંધના કારણે કર્યો હોવાનું પણ સામે આવ્યું છે.


દાહોદમાં મોટો હત્યાકાંડ : એક જ પરિવારના 6 લોકોની ગળુ કાપેલી લાશ મળી


હત્યામાં વપરાયેલા સાધનો શોધવા આકાશપાતાળ એક કર્યા 
હત્યાકાંડ બાદ પોલીસે હત્યામાં વપરાયેલા સાધનો શોધવા આકાશપાતાળ એક કર્યા હતા. ત્યારે મૃતક પરિવારની નજીક આવેલ કુવામાંથી જ મારક હથિયાર પોલીસે કબજે કર્યું હતું. પોલીસ તંત્ર દ્વારા સમગ્ર કૂવો ઉલેચીને હથિયાર કબ્જે કરવામાં આવ્યું હતું. આમ, સામુહિક હત્યાકાંડમાં વપરાયેલ કુહાડી પોલીસના હાથ લાગી હતી. પોલીસે બે ડીઝલ મશીનો લગાવીને પહેલા તો કૂવો ખાલી કર્યો હતો. જેના બાદ કૂવામાંથી લોહીલુહાણ હાલતમાં કુહાડી મળી આવી હતી. તો સાથે જ અંદર વસ્ત્રો તેમજ અન્ય સામગ્રી પણ મળી આવી હતી. કૂવાની અંદર પત્થરમાં લપેટાયેલા વસ્ત્રો પણ પોલીસને મળી આવ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube