17 વર્ષ બાદ આજે ગોધરાકાંડના નાણાવટી-મહેતા તપાસ પંચનો બીજો ભાગ વિધાનસભામાં મૂકાશે

આજે ગુજરાત વિધાનસભા (Gujarat Vidhansabha) શિયાળુ સત્રનો ત્રીજો અને અંતિમ દિવસ છે. આજના અંતિમ દિવસે ગૃહમાં 5 બિલ રજૂ કરવામાં આવશે. ત્યારે સૌની નજર આજે રજૂ થનારા સ્ટેચ્યુ ઓફ યુનિટી બિલ (Statue of Unity bill) પર છે. જેના પડઘા વિધાનસભામાં પડી શકે છે. તો સાથે જ આજે વિધાનસભામાં ગોધરાકાંડનો અહેવાલ (Godhrakand Report) પણ રજૂ થવાનો છે. 10 વર્ષ બાદ નાણાવટી-મહેતા તપાસ પંચ (Nanavati-Mehta Commission) નો બીજો ભાગ આજે વિધાનસભામાં મૂકાશે.

17 વર્ષ બાદ આજે ગોધરાકાંડના નાણાવટી-મહેતા તપાસ પંચનો બીજો ભાગ વિધાનસભામાં મૂકાશે

ગાંધીનગર :આજે ગુજરાત વિધાનસભા (Gujarat Vidhansabha) શિયાળુ સત્રનો ત્રીજો અને અંતિમ દિવસ છે. આજના અંતિમ દિવસે ગૃહમાં 5 બિલ રજૂ કરવામાં આવશે. ત્યારે સૌની નજર આજે રજૂ થનારા સ્ટેચ્યુ ઓફ યુનિટી બિલ (Statue of Unity bill) પર છે. જેના પડઘા વિધાનસભામાં પડી શકે છે. તો સાથે જ આજે વિધાનસભામાં ગોધરાકાંડનો અહેવાલ (Godhrakand Report) પણ રજૂ થવાનો છે. 17 વર્ષ બાદ નાણાવટી-મહેતા તપાસ પંચ (Nanavati-Mehta Commission) નો બીજો ભાગ આજે વિધાનસભામાં મૂકાશે.

ગૃહમાં ગાજશે બે મુદ્દા
ગૃહમાં રજૂ થનારા સ્ટેચ્યુ ઓફ યુનિટીના બિલને લઈને આજે કોંગ્રેસ વિરોધ કરી શકે છે. તો આદિવાસી ધારાસભ્યો બિલ મુદ્દે ગુજરાત વિધાનસભામાં પોતાનો વિરોધ નોંધાવી શકે છે. કોંગ્રેસ પણ વિધાનસભાના આખરી દિવસે શાસક પક્ષ સાથે લડવાના મૂડમાં છે. કોંગ્રેસ આજે બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ બાદ પરીક્ષા રદ કરવાના મુદ્દે  ગુજરાત વિધાનસભાના ગૃહમાં હંગામો કરી શકે છે. 

આજે ગોધરા કાંડનો અહેવાલ રજૂ થશે
ગુજરાત વિધાનસભામાં આજે ગોધરા કાંડનો અહેવાલ રજૂ થશે. 17 વર્ષ બાદ નાણાવટી-મહેતા તપાસ પંચનો બીજો ભાગ આજે વિધાનસભામાં મૂકાશે. 27 ફેબ્રુઆરી 2002માં 59 કારસેવકોનાં મોત થયાં હતાં. આજે ગુજરાત વિધાનસભામાં ગોધરાકાંડનો અહેવાલ રજુ કરવામાં આવશે. જસ્ટિસ જી. ટી. નાણાવટી અને અક્ષય એચ. મહેતા મહેતા તપાસ પંચના રિપોર્ટનો બીજો ભાગ વિધાનસભા ગૃહમાં રજુ કરાશે. 27 ફેબ્રુઆરી 2002માં ગોધરા રેલ્વે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસને આગ લગાડી દેવામાં આવી હતી, જેમાં કોચ નંબર એસ-6માં સવાર 59 કાર સેવકોનાં મોત થયાં હતાં. મૃતકોમાં 27 મહિલાઓ, 10 બાળકો અને 22 પુરુષો હતા. જે બાદ રાજ્યભરમાં તોફાનો ફાટી નીકળ્યાં હતાં અને તેની તપાસ માટે આ પંચની રચના કરવામાં આવી છે. નાણાવટી-મહેતા પંચના રિપોર્ટનો પહેલો ભાગ આજથી 10 વર્ષ પહેલાં 25 સપ્ટેમ્બર 2009માં શુક્રવારે ગુજરાત વિધાનસભામાં રજૂ થયો હતો. નાણાવટી-મહેતા પંચના રિપોર્ટનો બીજો ભાગ આજથી 5 વર્ષ પહેલાં 18 નવેમ્બર 2014માં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલને સોંપાયો હતો. હવે આ રિપોર્ટને ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news