હરીન ચાલીહા/દાહોદ :રાજ્યભરમાં ચોરીનું પ્રમાણ વધી રહ્યું છે. ખાલી ઘર અને પાર્કિંગમાં પડેલા વાહનોને ઉઠાવીને લઈ જવાનું કામ મોટાપાયે થઈ રહ્યું છે. ત્યારે અમદાવાદમાં મોટાપાયે રેસિંગ બાઈકની ચોરી થઈ રહી હતી. તેનુ પગેરુ દાહોદ સુધી પહોંચ્યુ છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી રેસિંગ બાઈકની ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે. આ ગેંગ પાસેથી એક-બે નહિ, પણકુલ 7 રેસિંગ બાઈક પકડાઈ છે. આ જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ એલ.સી.બી એ લીમડીના દેપાડા પાસેથી 2 યુવકોને ઝડપી પાડ્યા છે. આ યુવકોએ અમદાવાદ શહેરના વાસણા, રામોલ અને સેટેલાઈટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલી 7 બાઈકો સાથે ઝડપી પાડ્યા છે. ચોરીની 7 બાઈક સાથે ઝાલોદ તાલુકાના પારેવાના શૈલેશ ડામોર અને પડતીયાના સુનીલ કટારાને ઝડપી પાડ્યા છે.  


આ પણ વાંચો : શોકિંગ ડે અગેઈન : ડાયરીમાં યુવતીએ દુષ્કર્મની જે આપવીતી લખી તે વાંચીને તમારું દિલ પણ રડી પડશે


પોલીસે બંનેની ઘનિષ્ઠ પૂછપરછમા શૈલેશ ડામોરના ઘરે વેચાણ માટે રાખેલી અન્ય 6 બાઈકો ઝડપી પાડી છે. બંને યુવકો પાસેથી ચોરેલી હાઈસ્પીડ રેસીંગ બાઈક 4 જેટલી R15, અને 3 જેટલી બજાજ પલ્સર ઝડપી પાડી છે. રેસિંગ બાઈકની ચોરી કરતી આંતર જિલ્લા ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત 2 ને ઝડપી પાડ્યા છે. બંને પાસેથી 7 બાઈક સહીત કુલ 3,75,000/- ના મુદ્દામાલ ઝડપાયો છે. આમ, દાહોદ પોલીસને બાઈક ચોરીના માસ્ટર પ્લાનને ડિટેક્ટ કરવા સફળતા મળી છે.