Shocking : ડાયરીમાં યુવતીએ દુષ્કર્મની જે આપવીતી લખી તે વાંચીને તમારું દિલ પણ રડી પડશે

વડોદરા (vadodara) માં યુવતી સાથે સામુહિક દુષ્કર્મ (gang rape) ના મામલામાં હજી સુધી આરોપી સુધી પોલીસ પકડાઈ નથી. આ પહેલા પણ વડોદરામાં અવાવરુ જગ્યા પર લઈ જઈને યુવતી સાથે બળાત્કાર ગુજારાયો હતો. ત્યારે ફરી એકવાર આવી ઘટનાથી સંસ્કાર નગરી શરમમાં મૂકાઈ છે. યુવતીએ દુષ્કર્મ કરતા પહેલા લખેલી ડાયરીમાં પોતાની સાથે થયેલા દુષ્કર્મ (rape case) ની આપવીતી રજૂ કરી હતી. યુવતીએ ઘટના બાદ ડાયરીમાં 4 પાનામાં આપવીતી વર્ણવી છે. ડાયરીમાં હેડિંગ આપ્યુ હતું, શોકિંગ ડે અગેઈન. 

Shocking : ડાયરીમાં યુવતીએ દુષ્કર્મની જે આપવીતી લખી તે વાંચીને તમારું દિલ પણ રડી પડશે

રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરા (vadodara) માં યુવતી સાથે સામુહિક દુષ્કર્મ (gang rape) ના મામલામાં હજી સુધી આરોપી સુધી પોલીસ પકડાઈ નથી. આ પહેલા પણ વડોદરામાં અવાવરુ જગ્યા પર લઈ જઈને યુવતી સાથે બળાત્કાર ગુજારાયો હતો. ત્યારે ફરી એકવાર આવી ઘટનાથી સંસ્કાર નગરી શરમમાં મૂકાઈ છે. યુવતીએ દુષ્કર્મ કરતા પહેલા લખેલી ડાયરીમાં પોતાની સાથે થયેલા દુષ્કર્મ (rape case) ની આપવીતી રજૂ કરી હતી. યુવતીએ ઘટના બાદ ડાયરીમાં 4 પાનામાં આપવીતી વર્ણવી છે. ડાયરીમાં હેડિંગ આપ્યુ હતું, શોકિંગ ડે અગેઈન. 

વડોદરાની સંસ્થામાં રહીને અભ્યાસ કરતી નવસારીની યુવતીએ વલસાડની ટ્રેનમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. દિવાળીના દિવસે આત્મહત્યા (suicide) કરનાર યુવતીની ડાયરી પરથી ભેદ ઉકેલાયો હતો કે, તેની સાથે થયેલા સામૂહિક દુષ્કર્મને કારણે તેણે આત્મહત્યાનો રસ્તો અપનાવ્યો હતો. યુવતીએ ડાયરીમાં એક-એક શબ્દોથી કોઈ પણ દિલ રડી પડે. 

તેણે ડાયરીમાં લખ્યું કે, સાયકલ લેવા તે ચકલી સર્કલ ગઇ પણ ત્યાં ભીડ હતી એટલે સાયકલ લઇને હું જગદીશવાળી ગલીથી ફરીને જઇ રહી હતી. ત્યારે અચાનક પાછળથી કોઇએ તેની સાયકલને જોરથી ધક્કો માર્યો અને દિવાલ સાથે ભટકાઇ નીચે પડી ગઇ હતી. તેવામાં બે લોકોએ તેની આંખ બાંધી દીધી અને માથામાં જોરથી મારતા તે અર્ધ બેભાન થઇ ગઇ હતી. તે બંને મવાલી જેવા ન હતા. મને માથામાં જોરથી વાગતાં બેભાન જેવી થઈ જતાં બે જણાં આંખો પર દુપટ્ટો બાંધી અંદર ખેંચી ગયા હતા. 

આગળ તેણે લખ્યુ છે કે, મેં ભાનમાં આવી ચીસો પાડી તો એક જણાએ દુપટ્ટાથી મારું ગળુ દબાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. મારા પગમાં મોચ આવી હોવાથી પાટો બાંધેલો હતો, જે પાટો ઝપાઝપીમાં ખુલી જતાં તેનાથી મારા બંને હાથ બાંધી દીધા હતા. મારા બચાવ માટે બંને જણાને મેં લાતો મારતી હતી, તે સમયે એક જણાએ મારા પગ પકડી રાખ્યા હતા. મારા કપડાં ફાડી નાખી દુઃખ થાય તેવું ખરાબ કૃત્ય કર્યું. 

ડાયરીમાં તેણે લખ્યુ હતું કે, ઘટના વિશે મારે કંઈક કેહવુ હતું, પોક મૂકીને રડવુ હતું. મારુ મન હળવુ કરવુ હતું. પણ સાંભળનારુ કોઈ ન હતું. મારી બહેનપણી વૈષ્ણવી રૂમની લાઈટો અને દરવાજો બંધ કરી સૂઈ ગઈ, હું આખી રાત જાગી રહી. મને ઊંઘ જ ન આવી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news