હરીન ચાલીસા/ દાહોદ: રાજ્યમાં અંધશ્રદ્ધાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે, પરંતુ તેમાંથી કોઈ બોધપાઠ લેવામાં આવતો નથી અને કોઈ નિર્દોષ તેનો ભોગ બની જાય છે. હાલ અંતરિયાળ વિસ્તાર એવા દાહોદ જિલ્લાના ડુંગરા ગામે આજના આધુનિક યુગને પણ શરમાવે તેવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ડાકણ હોવાના વહેમે મહિલા તથા તેના પતિને ગ્રામજનો દ્વારા માર મારવાની ઘટના પ્રકાશમાં આવતા તંત્ર દોડતું થયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે, આદિવાસી બાહુલ્ય ધરાવતા આદિવાસી જિલ્લામાં આજે પણ આધુનિક યુગમાં અંધશ્રદ્ધાના કારણે મહિલાઓ પર થતાં અત્યાચારના બનાવો વારંવાર પ્રકાશમાં આવતા રહે છે. અગાઉ પણ મહિલાઓ પર થતાં અત્યાચારોના અનેક વીડિયો વાયરલ થઈ ચૂક્યા છે ત્યારે આજ રોજ ફરીથી દાહોદ જિલ્લાના ડુંગરા ગામે આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ડાકણ હોવાના વહેમે મહિલા તેમજ તેના પતિને તેના જ ગામમાં રહેતા સગાઓએ ઢોર માર માર્યો હતો. જેના કારણે મહિલા તેમજ તેના પતિને સારવાર અર્થે દવાખાને દાખલ કરવામાં આવ્યા છે.


Police ગ્રેડ પે આંદોલનનો સુખદ અંત, સરકારે કમિટી રચવાની કરી જાહેરાત


સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે તાત્કાલિક સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને 4 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે અને તમામને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. સમગ્ર મામલે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મહિલાને તેમજ તેના પતિને અંધશ્રદ્ધામાં માર મારનાર લોકો તેના સગા જ છે અને છેલ્લા કેટલાય સમયથી તેઓ તું અમારા પરિવારના લોકોને જાદુ ટોના કરીને મારી નાખે છે અમારા પશુઓને પણ તું મારે છે તેવા અક્ષેપો કરતા હતા. જેના કારણે હવે તને અને તારા પતિને ગામમાંથી કાઢી નાખવાના છે. એમ કહી આ દંપત્તિ પર હુમલો કરવામાં આવ્યો હતો. 


આજે પણ અંતરિયાળ ગામડાઓમાં અંધશ્રદ્ધાનું ભૂત લોકો ભૂલ્યા નથી. આ ઘટનામાં ઇજાગ્રસ્ત મહિલાના પતિએ સમગ્ર ઘટનાનું વર્ણન કરતા જણાવ્યું હતું કે, અમારા સગાઓ જ ખોટા અક્ષેપો કરી અમારો જીવ લેવા માંગે છે.


અંગદાનનો પ્રેરણાત્મક કિસ્સો: આદિવાસી સમાજમાંથી સૌ પ્રથમ અંગોનું દાન, 5ને જીવનદાન


તો બીજી તરફ પોલીસ વિભાગે પણ દાહોદ જિલ્લાના ગામડાઓમાં અંધશ્રદ્ધાના નામે મહિલાઓ પર થતાં અત્યાચારને કાબુમાં લાવવા માટે ગામડે ગામડે મહિલાઓની જાગૃતિ માટે મુહિમ છેડી છે. ડોક્યુમેન્ટરી પિક્ચરો બનાવીને ગામડે ગામડે પોલીસ વિભાગ દ્વારા બતાવવામાં આવે છે તેમજ મહિલાઓ પર થતાં અત્યાચારોને કાબુમાં કરવા માટે વિશેષ સી ટીમની પણ રચના કરી છે.


આ કેસમાં હાજરી આપવા રાહુલ ગાંધીને સુરતની કોર્ટનું તેડું: આવતીકાલે ગુજરાત આવશે!


દાહોદ જિલ્લામાં અંધશ્રદ્ધાને જડ મૂળમાંથી કાઢી નાખવા માટે પોલીસ વિભાગે કમર કસી છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારોના અગ્રણીઓ પણ આ પોલીસની મુહિમમાં સામેલ થાય તેવી એક અપીલ પણ દાહોદ SP દ્વારા કરવામાં આવી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube