Gujarat Police : ગુજરાત પોલીસ હવે હાઈટેક બની રહી છે. ગુજરાતના છેવાડાના જિલ્લાની પોલીસે ટેકનોલોજીના મદદથી રાતના અંધારામાં ચોર પકડ્યો હતો. થર્મલ નાઈટ વિઝન કેમેરાના મદદથી જંગલમાં ચોરી કરીને ભાગતા ચોરને પોલીસે પકડી પાડ્યો તો. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દાહોદ SP અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા. દાહોદ SP અને તેમની ટીમને  ઉત્કૃષ્ટ કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા. હર્ષ સંઘવીએ ટ્ટીટ કરીને જણાવ્યું કે, આ ઉત્કૃષ્ટ શોધ બદલ DSP દાહોદ અને તેમની ટીમને અભિનંદન આપતા અમને ગર્વ છે!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હર્ષ સંઘવીએ વખાણ કર્યાં
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સમગ્ર કામગીરીના વખાણ કરતા કહ્યું કે, દાહોદ એસપી અને ટીમ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી! શું તમે ક્યારેય વિચાર્યું છે? આદિજાતિ જિલ્લા પોલીસ ગ્રામીણ પોલીસિંગ માટે નવા માપદંડો સુયોજિત કરીને કેસ ઉકેલવા થર્મલ ઈમેજ નાઈટ વિઝન ડ્રોનનો ઉપયોગ કરી રહી છે! ગઈકાલે એક મંદિરનો ચોર ગાઢ જંગલમાં ભાગી ગયો હતો, પરંતુ DSP દાહોદ અને ટીમે તેને ભાગવા દીધો નહોતો! તેઓએ ગુનેગારને ટ્રેક કરવા અને પકડવા માટે થર્મલ ઈમેજ નાઈટ વિઝન ડ્રોન તૈનાત કર્યા. આ ઉત્કૃષ્ટ શોધ બદલ DSP દાહોદ અને તેમની ટીમને અભિનંદન આપતા અમને ગર્વ છે!



શું બન્યું હતું 
બન્યું એમ હતું કે, અંદાજીત રાત્રિના બે વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી ચોરોને પકડવાનું ઓપરેશન ચાલ્યું હતું. દહોદના ઝાલોદ નગરમાં આવેલા મહાદેવ મંદિરમાં અડધી રાતે ચોર ત્રાટક્યા હતા. ચોરોએ મંદિરમાં ચોરી કરવા તાળા તોડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતું તેના અવાજથી આસપાસના લોકો જાગી ગયા હતા. લોકોએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. કોલ મળતા જ ડી.વાય.એસ.પી. પટેલ, પી.આઈ. રાઠવા, પી.એસ.આઈ. માળી, સે.પી.એસ.આઈ. સિસોદિયા સહિતનો પોલીસ સ્ટાફ આવી ચઢ્યા હતા. 


પાકિસ્તાન હોય કે હિન્દુસ્તાન, દેશોની પાછળ ‘સ્તાન’ કેમ લાગે છે, ન જાણતા હોવ તો આજે જા


 


વરસાદ તો આવશે જ, વરસાદની સાથે વાવાઝોડું પણ આવશે, અંબાલાલ પટેલની આગાહી