ભાવિન ત્રિવેદી/જૂનાગઢ : રાજ્ય ભરમાં ઘરફોડ ચોરી અને દુકાનોના તાળા તોડી ચોરી કરનાર દાહોદ ખજુરીયાના કુખ્યાત ચડ્ડી બનિયાનધારી ગેંગના ત્રણ આરોપીઓને મુદામાલ સહીત જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. આ ગેંગ ખજુરીયા ગેંગ તરીકે પણ ઓળખાય છે. જૂનાગઢ જીલ્લાના કેશોદમાં ગત 16 સપ્ટેમ્બર રોજ 11 દુકાનોના એક્કી સાથે તાળા તોડીને 1.40 લાખની રોકડ સહીતની ચોરીની ઘટના બની હતી. દુકાનના શટર અને તાળા તોડી ચોરીની સમગ્ર ઘટના CCTV માં કેદ થઇ હતી. વેપારીઓ દ્વારા પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેઝના આધારે વધુ તપાસ હાથ ધરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

VADODARA: પાવાગઢના ટ્રસ્ટીએ યુવતીના વાળ પકડીને બેડ પર પટકી અને પછી ...


જેમાં ત્રણ શખ્સોને ઝડપી લેવામાં સફળતા મળી હતી. જૂનાગઢ જિલ્લામાં ચોરીનો તરખાટ મચાવનાર દાહોદની કુખ્યાત ચડ્ડી બનિયાનધારી ગેંગ હોવાનું સામે આવ્યું હતું. પોલીસને ચોક્કસ બાતમીના આધારે તપાસ કરતા શહેરના જોશીપુરા વિસ્તારમાંથી આરોપીઓ મથુર રમેશ ભાંભોર, ભાવસીંહ રમેશ ડામોર, દીલીપ શબુર ડાંગીને ઝડપી લેવામાં આવ્યા હતા. ઝડપાયેલ આરોપી પાસેથી 50 હજાર રોકડ અને મોબાઈલ સહીત કુલ 61 હજાર નો મુદામાલ કબ્જે કર્યો હતો. 


પોલીસ આટલી હદે નીચ હરકત કરી શકે? કોમ્પ્યુટર વાયરથી કરી એવી હરકત કે, ગુજરાત પોલીસ શરમથી પાણી-પાણી


જૂનાગઢ એસપીના જણાવ્યા અનુસાર દાહોદની ચડ્ડી બનિયાનધારી ગેંગ ધ્વરા જૂનાગઢ, કેશોદ અને તાલુકા પોલીસ સ્ટેશનમાં ચોરી કર્યાની કબૂલાત આપી હતી. આરોપીને વધુ પૂછપરછ કરતા ગુજરાત રાજ્યના જૂનાગઢ, ભાવનગર, રાજકોટ, અમરેલી, ભરૂચ, વડોદરા, અમદવાદ સહીત સાત જીલ્લામાં 20 જેટલી ઘરફોડ ચોરી અને દુકાનને નિશાન બનાવ્યાની કબૂલાત આપી હતી. ઝડપાયેલ આરોપી દિવસે રેકી કરતા અને રાત્રીના સમયે ચોરી કરી ફરાર થઇ જતા ત્યારે કેશોદમાં એક સાથે 11 દુકાનને નિશાન બનવતા સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. જૂનાગઢ પોલીસ દ્વારા ઊંડાણ પૂર્વક તપાસ કરતા ચોરી કરતી ગેંગના ત્રણ આરોપી ઝડપી લેવામાં સફળતા મળી છે અને ક્યાં જીલ્લામાં કેટલી ચોરી કરી તેની વધુ પુછપરછ અર્થે કોર્ટમાં રજુ કરીને રીમાન્ડ મેળવી અને તેના અન્ય સાગરીતોને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube