Video: ભાવનગરના વલ્લભીપુરમાં દલિત માતા-પુત્રને 6 શખ્સોએ માર્યો માર
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી દલિતો પર થતા અત્યાચારના કિસ્સાઓમાં વધારો થતો જાઈ છે.
ભાવનગરઃ વલ્લભીપુર તાલુકાના નસીબપર ગામે દલિત પરિવારને માર મારવામાં આવ્યો છે. વહેલી સવારે માતા અને પુત્ર બોટાદ જતા તે સમયે અજાણ્યા 6 શખ્સો દોડી આવ્યા હતા અને માતા-પુત્ર પર લાકડી વડે માર માર્યો હતો. અજાણ્યા શખ્સોએ વૃદ્ધાને ધક્કો મારીને નીચે પછાડી હતી તો યુવાનને લાકડી વડે ઢોરમાર માર્યો હતો. મળતી માહિતી મુજબ હુમલો કરનારા લોકો પણ દલિત હોવાનું સામે આવ્યું છે. બંનેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા છે.