વેરાવળ : મહા વાવાઝોડાને પગલે માચછીમારો થયા બેહાલ. રાશન, ડીઝલ, બરફ વગેરેનો ખર્ચો માથે પડ્યો છે. વેરાવળ બંદર પર બોટ પાર્કિંગની પણ સમસ્યા સર્જાઇ. માછીમારોની માગણી છે કે જેમ ખેડુતોને કમોસમી વરસાદથી નુકશાની થાય છે. દરીયાખેડુને પણ આવી કુદરતી આફતોથી કરોડો રૂપીયાનુ નુકશાન થાય છે. સરકાર દરીયાખેડુને પણ યોગ્ય વળતર ચૂકવે તેવી લાગણી-માંગણી વ્યક્ત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગર: સટ્ટો રમાડનારાઓ પર વિજિલન્સનાં દરોડા, સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઇ


અરબી સમુદ્રમાં હાલ મહા વાવાઝોડાનો ખતરો તોળાઇ રહ્યો છે. આ વાવાઝોડું દ્વારકાથી દીવની વચ્ચે ત્રાટકવાનું છે એટલે ગીર સોમનાથ જિલ્લાને મોટો ખતરો હોવાને કારણે સ્થાનિક માછીમારો ચિંતિત બન્યા છે. આમ જોવા જઇએ તો માછીમારીની સીઝન ચાલુ થઇ છે ત્યારથી જ આવી કુદરતી આફતો ચાર વખત આવી ચુકી છે. મહા વાવાઝોડુ પાંચમું છે. જ્યારે જ્યારે આવી આફતો આવે છે ત્યારે માછીમારી કરવા પર પ્રતિબંધ આવી જાય છે. જેને કારણે માછીમારોને ચાલુ સીઝનમાં કરોડો રૂપીયાની નુકશાની વેઠવી પડી છે. 


પવિત્ર યાત્રાધાન અંબાજીમાં જ દિવ્યાંગ બાળા પર શિક્ષકો દ્વારા જ દુષ્કર્મની ઘટનાથી ચકચાર


રાજકોટમાં ભારત-બાંગ્લાદેશ વચ્ચે કરો યા મરોની સ્થિતી, બંન્ને ટીમોએ પાડ્યો પરસેવો


વેરાવળ બંદર એટલે દેશનું પ્રખ્યાત બંદર માનવામા આવે છે. કરોડો રૂપીયાની સરકારને આવક કારવતા આ બંદર પર વેરાવળની જ પાંચ હજાર બોટો ઉભી કરી શકાય તેટલી ક્ષમતા ધરાવતું નથી. જેથી આ બંદરનો વિકાસ થાય તેવી માંગણી સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવે છે. આ ભયાનક વાવાઝોડાને કારણે વેરાવળ સહીત જીલ્લાના અનેક નાના મોટા બંદરો પર સથાનીક માછીમારો દ્વારા દરીયા દેવનું પુજન અર્ચન કરી આ કુદરતી આફતથી રાહત મળે તે માટે પુજન અર્ચનનું આયોજન કરવામાં આવે છે.