Heart Attack Death : ગુજરાત સરકારનું આરોગ્ય વિભાગ કોરોના કેસ અને કોરોનાથી મોતના આંકડા બહાર પાડે છે. ત્યારે હવે સરકારે હાર્ટ એટેકથી થતા મોતના આંકડા પણ બહાર પાડવા જોઈએ. કારણ કે, ગુજરાતમા હાર્ટ એટેકથી મોતના બનાવ વધી રહ્યાં છે. ગુજરાતના કોઈને કોઈ ખૂણેથી રોજ હાર્ટ એટેકના મોતના સિલસિલા યથાવત છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ગુજરાત સહિત દેશભરમાં અચાનક હાર્ટ એટેકથી મોતના બનાવ બની રહ્યા છે. જેના વીડિયો ઝડપભેર વાયરલ થઈ રહ્યાં છે. ત્યારે હવે કોરોના છોડો, હાર્ટ એટેકથી ડરવાનો સમય આવી ગયો છે. ગુજરાતમાં આજે હાર્ટ એટેકથી વધુ એક મોત નોંધાયું છે. સંઘ પ્રદેશ દમણમાં એક હોટલના સંચાલક મોપેડ પર બેસ્યા બેસ્યા ઢળી પડ્યા હતા, તબીબોએ તેમને સારવાર દરમિયાન મૃત જાહેર કર્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા કેટલાક મહિનાઓથી ગુજરાત સહીત દેશ ભરમાં અચાનક હાર્ટ એટેકથી મોતના બનાવ બની રહ્યા છે. ત્યારે આજે સંઘપ્રદેશ દમણમાં પણ આવો જ એક બનાવ બન્યો છે. દમણમાં એક હોટલ સંચાલકને હોટલના કમ્પાઉન્ડમાં જ હાર્ટ એટેક આવ્યો હતો. પોતાની હોટેલ કમ્પાઉન્ડમાં મોપેડ પર બેઠા બેઠા અચાનક હાર્ટ એટેક આવી જતા તેઓ નીચે ઢળી પડ્યા હતા. જ્યાં પળવારમાં તેમનું મોત નીપજ્યું હતું.



દમણના દેવકાની પ્રતિષ્ઠિત હોટલના માલિકના અચાનક હાર્ટ એટેકથી મોતની ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જગાવી છે. દમણની પ્રખ્યાત હોટલ સનરાઈઝના સંચાલક એવા દિપક ભંડારી નામના 52 વર્ષીય વ્યક્તિ મોપેડ પર બેસીને તેમના પિતા સાથે વાતો કરતા હતા, ત્યાં જ નીચે ઢળી પડ્યા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જતા તેમનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હોવાનું સામે આવ્યુ હતું. 


હાર્ટ એટેકથી હોટેલિયરના મોતની સમગ્ર ઘટનાના ચોંકાવનારા સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. હોટેલમાં લાગેલા સીસીટીવીમાં ઘટના કેદ થઈ છે. જે હાલ વાયુવેગે વાયરલ થયા છે.