નિલેશ જોશી/દમણ: સંઘ પ્રદેશ દમણ પોલીસે ગેમિંગ એપથી કરોડો બ્લેક મનીને વ્હાઈટ મનીમાં રૂપાંતર કરતા એક કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. દમણ કોસ્ટલ પોલીસે આ આંતરરાષ્ટ્રીય કૌભાંડમાં વિશાખાપટ્ટનમ અને પંજાબથી બે આરોપીને ઝડપી પાડ્યા છે. ચોંકાવનારી બાબત એ છે કે આ બંને આરોપી પર 1,671 જેટલા ઓનલાઇન ફ્રોડના ગુના નોંધાયા છે. ત્યારે ઓનલાઇન ફ્રોડની ગુનાની દુનિયાના કોણ છે આ માસ્ટરમાઈન્ડ અને કઈ રીતે રોજ કરોડો રૂપિયાની કરતા હતા હેરાફેરી?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં કોરોનાએ જબરદસ્ત જમ્પ લીધો! નવા પોઝિટીવ કેસમાં વધારો, એક્ટિવ કેસની સંખ્યા..


દેશમાં ઇન્ટરનેટ અને ઓનલાઇન ટ્રાન્ઝેક્શન નું ચલણ જેમ જેમ વધી રહ્યું છે. તેમ તેમ ઓનલાઇન ફ્રોડનું પ્રમાણ પણ ઝડપી વધી રહ્યું છે. ત્યારે દેશમાં બ્લેક મનીને વ્હાઇટ મનીમાં રૂપાંતર કરવા ભેજાબાજો અવનવી તરકીબો અપનાવી રહ્યા છે. ત્યારે પાડોશી સંઘ પ્રદેશ દમણ પોલીસ ની તપાસમાં બહાર આવ્યું હતું આવ્યું હતું કે, દમણ ગેમિંગ એપ નામે લોકોને ગેમ રમાડી તેમની સાથે છેતરપિંડી કરી લાખો રૂપિયાનું કૌભાંડ આચલ કરવામાં આવી રહ્યું છે. જેને લઈને દમણ પોલીસે આ મામલે પોતે ફરિયાદી બની તપાસ હાથ ધરી હતી.


આ સમાચાર વાંચી લેજો, ગુજરાતની તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓ આ બે દિવસ રહેશે બંધ


દમણ કોસ્ટલ પોલીસે આ ઓનલાઇન ગેમિંગના મામલે વિશાખાપટ્ટનમ અને પંજાબથી બે રીઢા ગુન્હેગારો ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી બાબત આવી છે કે આ બંને આરોપીઓ વિરુદ્ધ સમગ્ર દેશમાં 1,671 થી વધારે ઓનલાઇન ફ્રોડના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.


અગાઉની તમામ આગાહી ભૂલી જાવ! ચોમાસાને લઈને અંબાલાલ પટેલની નવી નક્કોર આગાહી


વિશાખાપટનામથી ઝડપાયેલા કનોરી દુર્ગા પ્રસાદ અને પંજાબથી ઝડપાયેલા શ્રવણ કુમાર સિંગ ઓનલાઈન ફ્રોડના ખેલાડી છે. આરોપીઓ દમણ ગેમિંગ એપ માટે નાણાંની હેરાફેરી કરવા માટે દેશભરના ભોળા લોકોને ટાર્ગેટ બનાવતા હતા. 15000 રૂપિયા જેવી નજીવી રકમ આપીને આરોપીઓ તેના કરંટ એકાઉન્ટ મેળવી લેતા હતા અને ત્યારબાદ જે તે વ્યક્તિના ખ્યાલ બહાર રોજના બે લાખથી વધારે રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરતા હતા.


ગુજરાતમાં ઉનાળા વેકેશનની જાહેરાત: સત્તાવાર પરિપત્ર જાહેર, જાણો ક્યારથી પડશે રજાઓ


આમ દમણ પોલીસે હાલે દમણ કોસ્ટલ પોલીસે આરોપીઓ પાસેથી 60 જેટલી બેંકની પાસ બુક ચેકબુક 46 જુદી જુદી બેંકના એટીએમ સાત મોબાઈલ જપ્ત કર્યો છે.. દમણ પોલીસે 78 જેટલા બેંકના એકાઉન્ટ સીઝ કરી ને 1.30 કરોડ રૂપિયા ને સીઝ કરાયા છે. ઝડપાયેલ આરોપી શ્રવણ કુમાર ની કડક પૂછપરછમાં ખુલાસો થયો છે કે આ બંને આરોપી બેંકની તમામ ડીટેલ મુખ્ય આરોપીને આપી દેતા હતા. આ સમગ્ર ગુનાનો માસ્ટર માઈન્ડ ભારત દેશની બહાર ફિલિપાઇન્સથી સમગ્ર કૌભાંડ આચરતો હતો. 


ધંધાની હરીફાઈમાં મહિલાએ મુક્યો દેશી બોમ્બ: CCTVમાં કેદ, VIDEO જોઈ બનાવ્યો ટાઈમ બોમ્બ


આ ઘટનામાં જે લોકો નજીવી રકમ લઈને પોતાનો ડેટા અને બેંક એકાઉન્ટ આવા ફ્રોડ લોકોને આપી રહ્યા હતા. તે લોકો આડકતરી રીતે આ ગુન્હાના આરોપી સાબિત થયા છે. જોકે દમણ પોલીસ આ સમગ્ર કૌભાંડના ઊંડાણમાં જાય તો અનેક લોકોને જેલમાં જવાની નોબત આવી શકે છે. ત્યારે પ્રાથમિક રીતે એક દિવસમાં કરોડો રૂપિયાની બ્લેક મનીને વાઈટ મનીમાં રૂપાંતર કરનાર આ સમગ્ર કૌભાંડના તાર ફિલિપાઇન્સ સુધી ફેલાયેલા છે. ત્યારે દમણ પોલીસ આ મામલે હજી પણ ઊંડાણપૂર્વક તપાસ કરે તો મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.