ધંધાની હરીફાઈમાં મહિલાએ મુક્યો હતો દેશી બોમ્બ: CCTVમાં કેદ, VIDEO જોઈને બનાવ્યો ટાઈમ બોમ્બ, 3ની ધરપકડ

ધંધાકીય હરિફાઇમાં દેશી બોમ્બ બનાવીને બ્લાસ્ટ કરાયો હતો. પાર્સલ મૂકી દેનાર મહિલાની પોલીસે અટકાયત કરતા મામલો સામે આવ્યો છે.પોલીસે મહિલા સહિત ત્રણની અટકાયત કરી વધુ પુછપરછ શરૂ કરી છે.યુ ટયૂબના માધ્યમથી ટાયમર બોમ્બ બનાવવાનું બહાર આવ્યું છે..

ધંધાની હરીફાઈમાં મહિલાએ મુક્યો હતો દેશી બોમ્બ: CCTVમાં કેદ, VIDEO જોઈને બનાવ્યો ટાઈમ બોમ્બ, 3ની ધરપકડ

ગૌરવ દવે/રાજકોટ: રાજકોટના ગુંદાવાડીમાં ગત 7 તારીખના રોજ મોબાઇલની દુકાનમાં લાગેલી આગના કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. ધંધાકીય હરિફાઇમાં દેશી બોમ્બ બનાવીને બ્લાસ્ટ કરાયો હતો. પાર્સલ મૂકી દેનાર મહિલાની પોલીસે અટકાયત કરતા મામલો સામે આવ્યો છે.પોલીસે મહિલા સહિત ત્રણની અટકાયત કરી વધુ પુછપરછ શરૂ કરી છે.યુ ટયૂબના માધ્યમથી ટાયમર બોમ્બ બનાવવાનું બહાર આવ્યું છે.. રાજ્ય સરકારની અન્ય સુરક્ષા એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ.

રાજકોટની પૌરાણિક ગુંદાવાડી બજારના દ્રશ્યો છે કે જ્યાં હંમેશા દિવસની ભીડ હોય છે. લોકો અહીં સૌથી વધુ ખરીદી કરવા ગામડાઓમાંથી આવે છે. ગુંદાવાડી કોર્નર માં આવેલી ગુજરાત મોબાઈલમાં ધંધાકીય હરીફાઈ ના કારણે ગત તારીખ 7 ના રોજ બે શખ્સો દ્વારા ટાઇમર બોમ બનાવી મહિલાના માધ્યમથી મુકવામાં આવ્યો હતો. આજે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે આ મામલે આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને જણાવ્યું હતું કે રાજકોટમાં ગુંદાવાડી બજારમાં આવેલી ગુજરાત મોબાઇલ દુકાનમાં ધંધાકીય હરીફાઈ ને લીધે કાલારામ ચૌધરી અને સાળા શ્રવણ ચૌધરીએ કાવતરું ઘડી ડોલી પઢીયાર નામની યુવતી દ્વારા ટાઇમર બોમ્બ મુકાવ્યો હતો.

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ ના અધિકારીઓએ સમગ્ર મામલે સઘન તપાસ શરૂ કરી ભેદ ઉકેલ્યો છે.બંને પરિચિતોએ યુવતી ડોલીને રમકડામાં વોઇસ રેકોર્ડર છે વાતો સાંભળાવી છે કહી રમકડું ગુજરાત મોબાઇલમાં મુકવા માટે આપ્યું હતું.ભક્તિનગર પોલીસ દ્વારા પ્રથમ મીડિયા ને એવી હકીકત આપવામાં આવી હતી કે રમકડું મહિલા ભૂલી ગઈ હતી.જોકે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચએ સમગ્ર મામલે ઝીણવટ ભરી તપાસ કરતા મોટી હકીકત બહાર આવી છે.

ગુજરાત મોબાઇલમાં રાત્રિના સમયે બ્લાસ્ટ થતા સમગ્ર મામલે પ્રથમ ભક્તિનગર પોલીસ સ્ટેશન દ્વારા પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી હતી.શરૂઆત મા આગ લાગવાનું જણાઈ આવતી હતું. જોકે બનાવ શંકાસ્પદ જણાતા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સમગ્ર મામલે જીણવટ ભરી તપાસ કરવામાં આવી હતી. સમગ્ર મામલે સીસીટીવી ફિટેજ ની તપાસ હાથ ધરવામાં આવી હતી.યુવતીની હિલચાલ શંકાસ્પદ જણાતી હતી. 

ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો દ્વારા 120 જેટલા કેમેરોઓની તપાસ કરી હતી..ગુન્હાનું કારણ ઢેબર ચોકમાં પટેલ ટેલિકોમ નામે નામની આરોપીઓ દુકાન ધરવતા હતા. ધંધાકીય હરીફાઈ ના કારણે આરોપીઓએ ગુંદાવાડીમાં આવેલી ગુજરાત મોબાઇલમાં નુકસાન કરવાના ઇરાદે બૉમ્બ મુકવા માટે મહિલાને મોકલી હતી. 

આરોપીઓ મોબાઈલ અને ટેક્નિકલ ના જાણકાર હોવાથી youtube ના માધ્યમથી બૉમ્બ બનાવ્યો હતો. બનાવ ગંભીર હોવાના કારણે એટીએસ સહિતની સુરક્ષા એજન્સીઓએ પણ માહિતી મેળવી છે. આ આરોપીઓ અને ફરિયાદી બન્ને મૂળ રાજસ્થાન ના છે. અને રાજકોટમાં રહીને મોબાઈલ નો વ્યવસાય કરે છે.

બૉમ્બ બનાવનાર આરોપીઓએ પાર્સલ મુકનાર ડોલીને આ બોક્સમાં રેકોર્ડર હોવાનું જણાવ્યું હતું અને દુકાનમાં ધંધા હરીફાઈ અંગે ઓડિયો રેકોર્ડિંગ કરવાનું હોવાથી આ પાર્સલ ત્યાં મુકવા માટે આરોપીએ કહ્યું હતું. આ પાર્સલમાં બૉમ્બ છે એ અંગે ડોલી અજાણ હતી...આરોપી ડોલી પઢારીયા ઉંમર 32 વર્ષ છે તે પોતે અપરણિત છે અને તે અન્ય આરોપી પાસેથી મોબાઈલ એસેસરીઝ વસ્તુ ખરીદ કરી ઓનલાઇન વેંચાણ કરતી હતી.જેના થકી તેનો આરોપી સાથે સંપર્ક થયો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

પોલીસે કઈ કઈ કલમો હેઠળ ગુનો નોંધ્યો ?
પોલીસે આઇપીસી કલમ 436, 286, 120 બી, તેમજ એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એકટ 1908 ની કલમ 3, 5, 6, મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી આ ગુનામાં આરોપીઓને 10 વર્ષની સજા થઈ શકે છે.

રાજકોટ શહેરમાં પાંચ વર્ષ પહેલા 150 ફૂટ રિંગ રોડ પર આવેલા ખોડીયાર નગર વિસ્તારમાં પણ બે પાડોશીઓની લડાઈમાં એક પાડોશી દ્વારા ઘરની દિવાલ પાસે બોમ્બ મૂકવામાં આવ્યો હતો. આ મામલે પણ રાજકોટ પોલીસે સઘન તપાસ શરૂ કરી હતી.. આવા બનાવો ખૂબ જ ગંભીર કહી શકાય જો ગુંદાવાડી વિસ્તારની અંદર દિવસે આ બોમ્બ ફૂટ્યો હોત તો દુકાનદારો નો પણ જીવ ગયું હોત સાથે સાથે બજારમાંથી નીકળતા લોકો અને દુકાનમાં આવેલા કસ્ટમરો મોટા પ્રમાણમાં ઇજાઓ થઈ હોત.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news