ગાંધીજી જેવો જુસ્સો છે આ અમદાવાદીનો, 65 વર્ષમાં ત્રણવાર દાંડીયાત્રા કરી
હાલ અમદાવાદથી નીકળેલી દાંડી યાત્રા તેના રુટ પર આવતા વિવિધ ગામોમાંથી પસાર થઈ રહી છે. આ દાંડી યાત્રામાં અનેક લોકો ઉત્સાહભેર જોડાયા છે. પરંતુ આ દાંડી યાત્રામાં 65 વર્ષના પિષુયભાઈ શાહનો ઉત્સાહ જોવા જેવો છે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ઐતિહાસિક દાંડિયાત્રા સમનીથી સવારે નીકળી અને ત્રાલસા ગામે પહોંચી હતી. દાંડીયાત્રામાં અમદાવાદના 65 વર્ષના પિયુષભાઈ શાહ જેઓ દોડીને આખી યાત્રા પૂર્ણ કરશે. તેઓ સૌથી પહેલા ભરૂચના ત્રાલસા મુકામે આવી પહોંચ્યા હતા. ખાસ વાત તો એ છે કે, પિષુયભાઈના આ ત્રીજીવારની દાંડીયાત્રા છે.
ભરત ચૂડાસમા/ભરૂચ :હાલ અમદાવાદથી નીકળેલી દાંડી યાત્રા તેના રુટ પર આવતા વિવિધ ગામોમાંથી પસાર થઈ રહી છે. આ દાંડી યાત્રામાં અનેક લોકો ઉત્સાહભેર જોડાયા છે. પરંતુ આ દાંડી યાત્રામાં 65 વર્ષના પિષુયભાઈ શાહનો ઉત્સાહ જોવા જેવો છે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ઐતિહાસિક દાંડિયાત્રા સમનીથી સવારે નીકળી અને ત્રાલસા ગામે પહોંચી હતી. દાંડીયાત્રામાં અમદાવાદના 65 વર્ષના પિયુષભાઈ શાહ જેઓ દોડીને આખી યાત્રા પૂર્ણ કરશે. તેઓ સૌથી પહેલા ભરૂચના ત્રાલસા મુકામે આવી પહોંચ્યા હતા. ખાસ વાત તો એ છે કે, પિષુયભાઈના આ ત્રીજીવારની દાંડીયાત્રા છે.
પિયુષભાઈ શાહ પોતાના જીવનમાં અગાઉ બે વાર દાંડી યાત્રા કરી ચૂક્યા છે. આ તેમની ત્રીજીવારની દાંડીયાત્રા છે. દાંડી યાત્રામાં રોજેરોજ જે અંતર કાપવાનું હોય છે, તમામ અંતર તેઓ દોડીને કાપે છે. તો બીજી તરફ, ગાંધીજીના મૂલ્યો આદર્શો અને તેના પથ પર ચાલનારા અનેક દાંડી યાત્રિકો ઉત્સાહભેર આગળ વધી રહ્યાં છે. હાલ તમામ યાત્રિકો સંપૂર્ણ સ્વસ્થ છે. યાત્રામાં યુવાનો પણ જોડાયા છે અને યુવાનોના મત પ્રમાણે 80 વર્ષ પૂર્વે ગાંધીજીએ જે દાંડી યાત્રા કરી હતી. તેમાં અને આજની દાંડીયાત્રામાં ઘણું અંતર છે. બધી જ સુવિધાઓ પણ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે, ત્યારે ગાંધીજીએ બતાવેલા રાહ પર ચાલવાનો આનંદ કંઈક અનેરો અને અલગ જ છે તેવું યુવાનોનું પણ માનવું છે.
હાલ ત્રાલસાના અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે દાંડી યાત્રિકો બપોરનું ભોજન લીધા બાદ ડેરોલ તરફ યાત્રા પ્રયાણ કરશે. અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે તેઓને સંપૂર્ણ સુવિધાઓ સંસ્થા દ્વારા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટીના જણાવ્યા અનુસાર, તેઓએ ક્યારેય દાંડીયાત્રા જોઈ નથી. પરંતુ આજની આ દાંડીયાત્રાને જોઈને ગાંધીજીની દાંડીયાત્રાના સંસ્મરણો તમામના માનસપટ ઉપર ઉભરી આવ્યા છે. દાંડીયાત્રામાં ગાંધીજી જ નથી, બાકી તમામ સ્થળો અને માર્ગો એ જ છે જે વર્ષો પૂર્વે હતા.