• બાપુની દાંડી યાત્રા ૨૦ મા દિવસે ઓલપાડના દેલાડ પહોંચી હતી

  • દેલાડ ખાતે બે દિવસ પસાર કર્યા બાદ બાપુએ એ દિવસ મૌન રાખ્યું હતું 


કિરણસિંહ ગોહિલ/સુરત :સુરતના ઓલપાડ તાલુકામાં દેલાડ ગામ પણ ઐતિહાસિક દાંડીયાત્રાનું સાક્ષી રહી ચૂક્યું છે. PM મોદીએ અમદાવાદથી દાંડી યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું ત્યારે 20માં દિવસે દાંડીયાત્રા (Dandi March) દેલાડ પહોંચશે. દેલાડમાં દાંડીયાત્રાને આવકારવા માટે ટુરિઝમ વિભાગ તમામ પ્રકારની વ્યવસ્થા કરશે. 12 માર્ચ, 1930માં નીકળેલી દાંડી 20 માં દિવસે દેલાડ પહોંચી હતી. દેલાડમાં ગાંધીબાપુએ 2 દિવસ વિતાવ્યા હતા અને જેમાં એક દિવસ મૌન રહ્યા હતા. તે સમયે ગાંધીજી માટે ઝૂંપડી અને પદયાત્રીઓ માટે મંડપ લગાવવામાં આવ્યા હતા. હાલમાં પણ આવનારા પદયાત્રીઓ માટે દેલાડ ગામમાં આરામ કરવા રહેવા અને જમવા સુધીની વ્યવસ્થા કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલ બાળક ધૈર્યરાજ માટે ગુજરાતના ખૂણેખૂણેથી મદદ આવી


દેલાડ ખાતે બાપુ બે દિવસ વિતાવ્યા હતા
વાત કરીએ બાપુ (Gandhiji) ની દાંડી યાત્રાની, તો 12 માર્ચ 1930 ના રોજ નીકળેલી દાંડી યાત્રા 17 દિવસ બાદ સુરતના ઉમરાછી ગામે આવી હતી. પાંચ દિવસમાં બાપુએ ઉમરાછી, એરથાણ, મહમદપુરા (જે આજે રાજનગરથી ઓળખાય છે) ભટગામ, સાધીયેર અને દેલાડ પહોંચ્યા હતા. દેલાડ ખાતે બાપુ બે દિવસ વિતાવ્યા હતા. જેમાંથી એક દિવસ તેઓએ મૌન પાળ્યું હતું. ત્યાર બાદ તેઓ ત્યાંથી આગળ નીકળી ગયા હતા. 


વિશ્વાસ ન થાય તેવો કિસ્સો રાજકોટમાં બન્યો, 13 વર્ષની કિશોરી પર 12 વર્ષના બે કિશોરોનું સામૂહિક દુષ્કર્મ


કીમ નદી પર વાંસનો પુલ બનાવી બાપુ ઉમરાછી ગામે રાતવાસો કર્યો હતો
ગાંધીજીની દાંડી યાત્રાની વાત કરીએ તો, અમદાવાદના સાબરમતી (Sabarmati Ashram) થી બાપુની નીકળેલી દાંડી યાત્રા 17 માં દિવસે એટલે કે 28 માર્ચના રોજ સુરત જિલ્લાના ઉમરાછી ગામે પ્રવેશ કર્યો હતો. કીમ નદી પર વાંસનો પુલ બનાવી બાપુ ઉમરાછી ગામે રાતવાસો કર્યો હતો. જ્યાં અહીં તેમણે સભાને પણ સંબોધન કર્યુ હતું. સાથે જ ગામના લોકો સાથે ભોજન પણ લીધું હતું. ત્યાર બાદ એરથાણ, ભટગામ, સાધીયેર ગામે પહોંચ્યા હતા. સાધીયેરથી બાપુ પદયાત્રી સાથે દેલાડ આવવા નીકળ્યા ત્યારે રસ્તામાં પરીયા ગામના લોકોએ બાપુનું સન્માન કર્યું હતું. સવા સાત વાગે બાપુ દેલાડ પહોંચ્યા હતા અને ત્યાં દિવસ પસાર કર્યો હતો. 


ટુરિઝમ વિભાગ દ્વારા જગ્યા વિકસાવાઈ 
અહીં ગાંધીજી માટે ઝૂંપડી અને પદયાત્રીઓ માટે મંડપ લગાવવામાં આવ્યા હતા. જોકે આજે પરિસ્થિતિ અલગ છે. આજે જ્યાં જ્યાં બાપુ રોક્યા હતા એ જગ્યા ટુરીઝમ વિભાગ દ્વારા વિકસાવવામાં આવી છે. હાલમાં આવનાર પદયાત્રીઓ માટે રહેવા, આરામ કરવા અને જમવા સુધીની વ્યવસ્થા કરવામાં આવી છે.