સ્નેહલ પટેલ, ડાંગ: ગુજરાતમાં આમ તો કોરોનાના કેસ કૂદકેને ભૂસકે વધી રહ્યાં છે પરંતુ આજે એક રાહતના સમાચાર મળ્યા છે. રાજ્યનો ડાંગ જિલ્લો આજે કોરોના વાયરસથી મુક્ત થયો છે. ડાંગ જિલ્લાના ત્રણ દર્દીઓના કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતની અનુભવી છે. કલેક્ટરે જિલ્લાને કોરોના મુક્ત જાહેર કરી આગોતરા આયોજન માટે મિટિંગ કરી. મહામારીથી જિલ્લો મુક્ત બનતા વહીવટી તંત્ર, ડોક્ટરો, પ્રજાજનોમાં ખુશીની લાગણી જોવા મળી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે ગુજરાતમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ડાંગના આ પોઝિટિવ સમાચાર રાહત આપનારા છે. રાજ્યના આરોગ્યવિભાગ દ્વારા છેલ્લે જાહેર કરાયેલા આંકડા મુજબ ગુજરાતમાં હાલ કોરોનાના 8195 કેસ છે. જ્યારે 493 લોકોએ જીવ ગુમાવ્યાં છે. કુલ 2545 લોકો રિકવર થયા છે. રાજ્યમાં અમદાવાદ, સુરત અને વડોદરામાં સૌથી વધુ કેસ જોવા મળી રહ્યાં છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube