વલસાડ : શહેરનાં ધરમપુરમાં આભ ફાટ્યું છે. અહીં માત્ર એક જ કલાકમાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. અચાનક પડેલા વરસાદના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. વરસાદ એટલો ભયાનક હતો કે જોત જોતામાં સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઇ ગયો હતો. અનેક નીચાણવાળા વિસ્તારો પાણી જ પાણી થઇ ગયા હતા. કેલાક વિસ્તારોમાં ઘરમાં પણ પાણી ભરાય તેવી સ્થિતીનું સર્જન થયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત : પૂર્વ પ્રેમીએ સગીરા સાથેની તસ્વીરો સોશિયલ મીડિયા પર કરી વાયરલ અને...


બપોરે 4 વાગ્યાથી 5 વાગ્યા સુધી એક કલાકમાં જ ધરમપુરમાં 3.4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. વીજીળીના કડાકા ભડાકા સાથે તોફાની વરસાદ ચાલુ થઇ ગયો હતો. તોફાની વરસાદના કારણે ધરમપુર બસ સ્ટેન્ડ વિસ્તારમાં ગોઠણ સમા પાણી ભરાઇ ગયા હતા. જેના કારણે સ્થિતી વિકટ બની હતી. કેટલીક બસો પણ અટકી પડી હતી. આ ઉપરાંત આસપાસની દુકાનોમાં પણ પાણી ભરાયા હતા.


મારા મતદારો મારા માટે ભગવાન સમાન, મે તો માત્ર આવેલો જ એક મેસેજ ફોરવર્ડ કર્યો હતો: વડોદરા કોર્પોરેટર


અત્રે ઉલ્લેખનીય છે કે, આજે સમગ્ર ગુજરાતનાં કોઇ પણ તાલુકામાં વરસાદ નોંધાયો નથી. જો કે વલસાડમાં એક જ કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબકતા વિકટ સ્થિતીનું સર્જન થયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસથી મેઘરાજાએ ખમૈયા કર્યા છે. ત્યારે વલસાડમાં રહી રહીને વરસાદ આવ્યો છે. જેના કારણે સામાન્ય જનજીવન પર પણ અસર પડી છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube