વડોદરા નજીક દર્શન એકસપ્રેસ ટ્રેનને નડ્યો અકસ્માત, સેંકડો મુસાફરોના જીવ બચ્યા
અકસ્માત થોડાક સમય માટે ટ્રેન વ્યવહાર બંધ કરાયા બાદ ફરીથી ટ્રેન વ્યવહાર શરૂ કરી દેવાયો છે. દર્શન એક્સપ્રેસ ટ્રેન રવાના કરી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે અકસ્માત મોટો ન હોવાથી સેંકડો મુસાફરોનો જીવ બચી જવા પામ્યો હતો.
રવિ અગ્રવાલ, વડોદરા: હઝરત નિઝામુદ્દીન પુણે દર્શન એક્સપ્રેસને વડોદરા નજીક અકસ્માત નડ્યો છે. પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર મકરપુરા થી વરણામા વચ્ચે દર્શન એકસપ્રેસ PWI ની ટ્રોલી સાથે ટ્રેનની ટક્કર સર્જાઇ હતી. જોકે સદનસીબે કોઇ જાનહાનિ થઇ હતી. જોકે અકસ્માતના પગલે મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. ઘટના પગલે રેલવે તંત્ર દોડતું થઇ હતી. રેલવેના પીઆરઓ પ્રદીપ શર્માએ આ ઘટનાની પુષ્ટિ કરી છે.
અકસ્માત થોડાક સમય માટે ટ્રેન વ્યવહાર બંધ કરાયા બાદ ફરીથી ટ્રેન વ્યવહાર શરૂ કરી દેવાયો છે. દર્શન એક્સપ્રેસ ટ્રેન રવાના કરી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે અકસ્માત મોટો ન હોવાથી સેંકડો મુસાફરોનો જીવ બચી જવા પામ્યો હતો.
નિતિનભાઇને ઢોરે ઢાળી લીધા બાદ પણ સરકારની ઉંઘ ન ઉડી, આખરે યુવક રખડતા ઢોરની હડફેટે 'બલિ' ચઢયો
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ મહારાષ્ટ્રના ગોંદિયામાં ટ્રેન અકસ્માતનો મામલો સામે આવ્યો હતો. જ્યાં એક પેસેન્જર ટ્રેન અને માલગાડી વચ્ચે ટક્કર સર્જાઇ હતી. આ અકસ્માતમાં 50થી વધુ મુસાફરોને ઇજા પહોંચી હતી. કહેવામાં આવી રહ્યું છે કે માલગાડી અને મુસાફર ટ્રેન ભગત કી કોઠી વચ્ચે સિગનલ ન મળવાના લીધે આ દુર્ઘટના સર્જાઇ હતી. આ દુર્ઘટના બુધવારે સર્જાઇ હતી. સદનસીબે કોઇ જાનહાનિ સર્જાઇ ન હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube