ઊંઝા ઉમિયા ધામમાં દર્શનના સમયમાં કરાયો ફેરફાર, 12 સપ્ટેમ્બરથી શરૂ થશે ધ્વજા મહોત્સવ
કડવા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાજીના ધામ ઊંઝામાં પ્રાગટ્ય મહોત્સવ શરૂ થવાનો છે. જેથી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
ઊંઝાઃ મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે કડવા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાનું મંદિર આવેલું છે. આ મંદિરમાં ઉમિયા માતાજીના પ્રાગટ્યના 1869 વર્ષની ઉજવણીનો મહોત્સવ શરૂ થવાનો છે. આ મહોત્સવ દરમિયાન મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 11 સપ્ટેમ્બરે ધ્વજા મહોત્સવનો શુભારંભ કરાવશે.
મંદિરના દર્શનના સમયમાં ફેરફાર
મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે આવેલા કડવા પાટીદાર સમાજના કુળદેવીના મંદિરમાં માતા ઉમિયાના પ્રાગટ્યના 1868 વર્ષની ઉજવણી સંદર્ભે આગામી 12 સપ્ટેમ્બરથી ધજા મહોત્સવ શરૂ થવા જઈ રહ્યો છે. જેને લઈને માતાજીના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ધજા મહોત્સવ અંતર્ગત આવતીકાલે ઉમિયા માતાજીના મંદિર પરિસરમાં મહેંદી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બહેનોના હાથમાં મા ઉમિયા ધજા મહોત્સવ અથવા શ્રદ્ધાના શિખર પર મારી એક ધજા એવી મહેંદી મૂકાવશે.
આ પણ વાંચોઃ હવે રોડ-રસ્તા તૂટે તો તરત ધારાસભ્યોને પકડજો! સરકારે આપી દીધાં છે બબ્બે કરોડ રૂપિયા
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા 11 સપ્ટેમ્બરના રોજ સવારે સાડા 8 કલાકે ધજા મહોત્સવનો શુભારંભ કરાવવામાં આવશે. 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર એમ 7 દિવસના ધજા મહોત્સવને લઇને માતાજીના મંદિરમાં દર્શનના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત સવારે 6 કલાકે શણગાર આરતી થશે. જ્યારે સાંજે સાડા 7 કલાકે સંધ્યા આરતી તેમજ રાતે પોણા 10 કલાકે શયન આરતી કરવામાં આવશે. જ્યારે સવારે 6 વાગ્યે શણગાર આરતી થાય ત્યારથી શયન આરતી થાય ત્યાં સુધી માઈભક્તો માતાજીના દર્શન કરી શકશે.
આ છે આરતીનો સમય
સવારે છ કલાકે- શણગાર આરતી
સાંજે 7.30 કલાકે- સંધ્યા આરતી
રાત્રે 9.45 કલાકે- શયન આરતી