ઢસાના કવિરાજ કમલેશ ગઢવીની મોટી જાહેરાત; 22મી જાન્યુઆરીએ આખો દિવસ ચા મફત
અયોધ્યા ભગવાન શ્રીરામની મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉમંગ, ઉત્સાહ અને ધર્મમય માહોલ જામ્યો છે. ત્યારે ઢસાના કવિરાજ કમલેશ ગઢવીએ 22 જાન્યુઆરીના દિવસે પોતાની ચા કીટલી પર તમામ ગ્રાહકો અને રામ ભક્તોને ફ્રીમાં ચા પીવળાવીને પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ ઉજવશે.
રઘુવીર મકવાણા/બોટાદ: અયોધ્યા ભગવાન શ્રી રામની મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉમંગ, ઉત્સાહ અને ધર્મમય માહોલ જમાવ્યો ઢસાના કવિરાજ કમલેશ ગઢવીએ. 22 જાન્યુઆરીના દિવસે કમલેશ ગઢવી પોતાની ચા કીટલી પર તમામ ગ્રાહકો અને રામ ભક્તોને ફ્રી માં ચા પીવરાવીને ઉજવશે પ્રાણ પ્રતિષ્ઠા નો ઉત્સવ કમલેશ ગઢવી ઢસા ગામમાં રહે છે અને સામાન્ય વર્ગમાંથી આવે છે અને પોતાનું ગુજરાન ચા વેચીને કરી રહ્યા છે.
અંબાલાલની શ્વાસ અધ્ધર કરી નાંખે તેવી આગાહી, જાણો કેમ નથી પડી રહી હાડ થીજવતી ઠંડી?
૨૨જાન્યુઆરી ૨૦૨૪ દેશના ઇતિહાસ માં સુવર્ણ અક્ષરે અંકિત થવા જઈ રહ્યો છે. વર્ષોથી દેશવાસીઓ જેની રાહ જોઇને બેઠા હતા એ આનંદ નો અવસર એટલે અયોધ્યા રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. જેનો આનંદ દેશભરમાં દેખાઈ રહ્યો છે. ત્યારે બોટાદ ના ઢસા ગામે લોક સાહિત્યકાર અને ચા ની કીટલી ધરાવતા કમલેશદાન ગઢવી એ પોતાની કીટલી ઉપર રામ મંદિર પ્રતિષ્ઠા ના દિવસે દરેક ગ્રાહકો ને ચા ફ્રી માં આપવામાં આવશે. અને કમલેશભાઈ ની મીઠી ચા સાથે તેમના મીઠા અવાજમાં રામ ભજન અને ગીતો લલકારી ને પોતાનો અનેરો આનંદ વ્યક્ત કરશે.
હરણીકાંડ : ગુજરાત પોલીસનું એવોર્ડ વિનિંગ પરફોર્મન્સ! બોટ કરુણાંતિકાની FIRમાં ગોટાળા
અયોધ્યામાં રામ લલા ની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસાગામ ના કમલેશ ગઢવી કે જે સાહિત્યકાર પણ છે અને મધ્યમ પરિસ્થિતિ માં જીવન જીવે છે. તેમણે 22 જાન્યુઆરી ના રોજ તેમની ચા ની કિટલી પર આવનાર તમામ ગ્રાહકો ને મફત માં ચા પીવડાવવાને લઈ કરી બેનર લગાવી જાહેરાત ત્યારે આ જોતા કહી શકાય કે વ્યક્તિ આર્થિક રીતે શાહુકાર હોય કે ગરીબ પણ રામ જીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા ને લઈ ખૂબ આનંદ અને ઉમંગ જોવા મળે છે અને આ કમલેશ ગઢવી ચા બનાવતા સમયે ચારણી ભાષા માં ગીતો ગાઈ અને 22 તારીખ ની રાહ જોઇ આનંદ મેળવતા જોવા મળે છે.