દશેરાએ ભગવાન દ્વારકાધીશના બાળ સ્વરૂપે કરી હતી સમીના વૃક્ષ નીચે ‘શસ્ત્ર પૂજા’
દશેરાએ દર વર્ષની પરંપરા મુજબ ભગવાન દ્વારકાધીશ સમીનાં વૃક્ષ નીચે શસ્ત્ર અને શાસ્ત્ર પૂજન કરે છે. ત્યારે જગત મંદિર માંથી નીકળી ભગવાન દ્વારકાધીશનાં બાલ્ય સ્વરૂપને પોલીસ પણ ગાર્ડ ઓફ ઓનર આપે છે. અને પાલખી યાત્રા પણ નિકળે છે. માવેપરી પોલીસ અને બ્રહ્મનો પણ જોડાયા હતા.
રાજુ રૂપરેલિયા/દ્વારકા: દશેરાએ દર વર્ષની પરંપરા મુજબ ભગવાન દ્વારકાધીશ સમીનાં વૃક્ષ નીચે શસ્ત્ર અને શાસ્ત્ર પૂજન કરે છે. ત્યારે જગત મંદિર માંથી નીકળી ભગવાન દ્વારકાધીશનાં બાલ્ય સ્વરૂપને પોલીસ પણ ગાર્ડ ઓફ ઓનર આપે છે. અને પાલખી યાત્રા પણ નિકળે છે. માવેપરી પોલીસ અને બ્રહ્મનો પણ જોડાયા હતા.
પરંપરા મુજબ જ ભગવાન દ્વારકાધીશજીના બાળ સ્વરૂપ એવા ગોપાલ મહારાજ સમી પૂજન કરવા આજે વિજયા દશમી દશેરાના પાવન અવસરે દ્વારકાધીશ મંદિરેથી ઢોલ નગારા અને શુરવલી સાથે સાંજે પૂજન સામગ્રી સાથે ગામ બહાર સમીના વૃક્ષ પાસે પૂજન કરવા નીકળ્યા હતા. આ પૂજન વિધિ ભગવાન દ્વારકાધીશ સૂચવેલી છે.
રૂપાલમાં વરદાયિની માતાજીની પલ્લી, થશે હજારો કિલો ઘીનો અભિષેક
શાસ્ત્રોક્ત કઠણ મુજબ જ્યારે મહાભારત કાળમાં પાંડવો અજ્ઞાતવાસ માટે જતા હતા ત્યારે અસ્ત્ર-શસ્ત્ર જે શકિત ન પ્રતીકો છે તેને ક્યાં રાખવાએ સમસ્યા હતી, કારણ કે, શકિત મન પડે તેમ ન રાખી શકાય. એટલા માટે ભગવાન દ્વારકાધીશએ પાંડવોને આજ્ઞા આપી કે, તમે સમીના વૃક્ષને આપના અસ્ત્રો-શસ્ત્રો સોંપી દે છે. જેના કારણે આપનો શક્તિની વૃધ્ધિ થશે એજ પરંપરા પ્રમાણે આપનો સૌ આપણી શકિત,વ્યાપાર વગેરે સમીને સોંપી તેમને વધારી સશક્ત કરી ફરી આપણા ઉપયોગમાં લેશું તો પરમકૃપાળુની કૃપાથી આપણે આપણી બધી શકિતઓ વધારે સમૃધ્ધ થશે એવું આપણા મહાભારતનું કથન છે.
સુરત: લગ્ન માટેની કંકોત્રી બની યાદગાર, આપ્યો જીવદયાનો અનોખો સંદેશ
વિજયા દસમીના પાવન અવસરે શહેરના વેપારીઓ પણ દર વર્ષની જેમ સમી પૂજનમાં જોડાય છે. અને પરંપરાગત રીતે દર વર્ષની જેમ પૂજા વિધિ કરીને વેપાર ધંધાની વૃધ્ધિ માટે પાસ્તાનું મેળવેલ ત્યારે પોલીસે પણ આ પાલખીને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માન આપે છે. વેપારી વર્ગ પણ જોડાઈ આં પ્રથાનાંનું પૂજન કરી પોતાના વેપાર ધંધામાં બરકત આપે તે માટે સાથે જોડાઈને પૂજન કર્યું હતું.
જુઓ Live TV:-