ઉદય રંજન/અમદાવાદ: મધ્યપ્રદેશથી એક વર્ષથી ગુમ પુત્રીને શોધી શાહીબાગ પોલીસ અને રેનબસેરા સંચાલકોએ પરિવારનો ભેટો કરાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, યુવતીને બાળકીનો જન્મ થતા પતિએ તરછોડયા બાદ માનસિક તણાવમાં આવી જતા ટ્રેનમાં જ મુસાફરી કરતી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શાહીબાગ પોલીસ સ્ટેશનમાં બેઠેલી યુવતીનું નામ છે શુશીલા બૈગા અને તેની બાજુમાં બેઠેલ તેના પિતા સનુમાન બૈગા એક વર્ષ પહેલા શુશીલાએ એક બાળકીનો જન્મ થતા તેના પતિએ તેને તરછોડી હતી. અને ત્યાર બાદ માનસિક તણાવમાં આવી જતા ભૂલી પડી હતી. મધ્યપ્રદેશમાંથી આંઠ માસ સુધી શુશીલા ટ્રેનમાં જ ફરતી હતી. અને બે માસથી શાહીબાગ રેનબસેરામાં રહેતી હતી.


અમરેલી: રોડ પર પાણી પીવા પહોંચ્યો જંગલનો રાજા સિંહ, VIDEO વાયરલ


જ્યારે શુશીલા રેનબસેરામાં રહેવા માટે આવી ત્યારે શુશીલા કોઈ પણ સાથે વાત પણ ન કરતી હતી. અને જમતી પણ ન હતી પણ રેનબસેરાના સંચાલકોએ મનાવી ફોસલાવી વાત કરાવી અને માત્ર યુવતીએ પોતાના પિતાનું નામ ગામનું નામ અને ગામ પાસે નીકળી એક નદીનું નામ આપ્યું જેના પરથી સંચાલકોએ ગુગલ મેપના આધારે યુવતીના પિતાના ગામના જીલ્લાનું નામ શોધી કાઢીને ત્યાં ના તંત્ર સાથે વાત કરી હતી.  ત્યારે એક વર્ષ થી ગૂમ યુવતી મળી જવાથી પરિવાર પણ ખુશ છે. અને મધ્યપ્રદેશતંત્ર ગુજરાત પોલીસ અને રેનબસેરા સંચાલકોનો આભાર વ્યક્ત કર્યો હતો.


જુઓ Live TV:-