સુરત: સુરત જિલ્લાના માંગરોળના તરસાડીમાં રહેતા પરિવારમાં પતિ કામ અર્થે બહાર રહેતો હોય, પતિની ગેરહાજરીમાં પત્ની કોઈ અન્ય સાથે આડા સબંધ રાખતી હોવાના વહેમમાં અને જેમાં દોઢ વર્ષથી નાની દીકરી આડાસંબંધની જ હોવાનો વહેમ રાખી પત્ની સાથે વારંવાર ઝઘડો કરતો હતો. આ ઝઘડામાં અવાર નવાર દોઢ વર્ષની દીકરીને પોતાની દીકરી નહિ હોવાનું કહી તેને માર મારતો હતો. ગત શનિવારના રાત્રિના પણ પત્ની સાથે આ બાબતે ઝઘડો કર્યો હતો અને પત્નીને માર માર્યો હતો. જેથી દોઢ વર્ષની પુત્રી રડતા આવેશમાં આવી પિતાએ પુત્રીને જમીન પર પછાડી હત્યા કરી ભાગી ગયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બનાવની વિગત એવી છે કે તરસાડી પ્રાથમિક શાળા પાસે રહેતો જયેશ મંગાભાઇ વસાવા પોતે મહારાષ્ટ્ર વિસ્તારમાં માછલા પકડવાની મજૂરી કામ કરે છે, અને પરિવારથી દસ-પંદર દિવસ દૂર રહે છે. હાલમાં થોડા દિવસ પહેલાં જ માછલા પકડવાની મજૂરી કામ કરીને ઘરે પરત આવ્યો હતો. ઘરે આવીને તેણે પોતાની પત્ની કાજલબેન સાથે ઝઘડો ચાલુ કર્યો હતો. પત્ની પર વહેમ રાખીને તેને કહેતો હતો, તારો કોઈની સાથે આડો સંબંધ છે, અને દોઢ વર્ષની વૈશાલી પણ મારી દીકરી નથી, તે બીજાની છે. તેમ કહી ઝઘડો કર્યો હતો.


આમ પત્ની ઉપર ખોટો વહેમ રાખી તેની સાથે ઝઘડો કરતો અને તેની સાથે મારામારી પણ કરતો હતો. નાની દીકરી વૈશાલીને પણ આ બાબતે માર મારતો હતો. બે દિવસ પહેલા જ્યારે કાજલ ઘરમાં ખાવાનું બનાવતી હતી, ત્યારે ફરી પોતાની પત્ની કાજલ સાથે ખોટા વહેમમાં બોલાચાલી અને ઝઘડો કર્યો હતો, અને આજે હું તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી કાજલને માર માર્યો હતો. જેથી નાની દીકરી વૈશાલી રડવા લાગી હતી. દિકરી રડવા લાગતા જયેશ વસાવા ગુસ્સામાં આવીને વૈશાલીના ગાલ પર બે ચાર તમાચા મારી દીધા હતા. અને જોરથી જમીન પર પછાડી હતી. પિતા હેવાન બનીને દોઢ વર્ષની બાળકીને માર મારતા બાળકીને ગંભીર ઈજા પહોંચી હતી. નાની ફૂલ જેવી બાળકીનું મોત નિપજાવી નિષ્ઠુર બાપ ફરાર થઈ ગયો હતો.


ફૂલ જેવી નાની બાળકીની હત્યા કરી ફરાર હેવાન પિતાને પોલીસે ગણતરીના દિવસમાં બાતમી આધારે તરસાડી વિસ્તારના ખેતરાડી માર્ગ પરથી ઝડપી પાડ્યો હતો.  કોસંબા પોલીસે તેને ઝડપી પાડી જેલ હવાલે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર