સુરત : અડાજણમાં બદ્રી નારાયણ મંદિર નજીક કાસવજી સોસાયટીમાં પેટ્રોલ પંપના માલિકની ફિઝિયોથેરાપિસ્ટ દીકરીએ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લેતા ચકચાર મચી છે. ફિઝિથેરાપિ વિભાગમાં અભ્યાસ કરતી યુવતીએ અગમ્ય કારણોસર બેડરૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને આપઘાત કરી લીધો હતો. પરિવારને જાણ થતા ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. દીકરીનાં મોતના સમાચાર સાંભળી માતા-પિતા અને કાકા કાકીને ખુબ જ આઘાત લાગ્યો હતો. યુવતીનાં કાકા-કાકી ઘટનાની માહિતી મળતા બેભાઇ થઇ ગયા હતા. યુવતીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લવાયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વેપારીએ 5 કરોડનાં સોનાના દાગીના લઇને લીધા, IPS અધિકારી મધ્યસ્થી કરી કરોડો ઓછા લેવા ધમકી આપી

પ્રિયંકા બા મહાવીરસિંહ જાડેજા (ઉ.વ 21) ફિઝિયોથેરાપિ વિભાગમાં અભ્યાસ કરે છે. રાજકોટમાં રહીને તે અભ્યાસ કરી રહી હતી. જો કે હાલ તે ઘરે હતી. આજે તેનો મૃતદેહ તેના બેડરૂમમાંથી લટકતી હાલતમાં મળી આવતા પરિવારે તેનો દેહ ઉતારીને નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડી હતી. જો કે ફરજ પરનાં ડોક્ટર્સ દ્વારા તેને મૃત જાહેર કરાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. અડાજણ પોલીસે ઘટના અંગે ગુનો નોંધીને તપાસ આદરી છે. પ્રિયંકા સુરતની અલગ અલગ હોસ્પિટલમાં ઇન્ટર્નશીપ કરી ચુકી છે. જો કે તેમાં ફેલ થતા તેણે આત્મહત્યા કરી લીધું હોવાનું પ્રાથમિક તારણમાં સામે આવ્યું છે.


એલિયનો દ્વારા અમદાવાદમાં નાખવામાં આવ્યો ટાવર?વિચિત્ર પ્રકાશ અને લખાણથી લોકોમાં કુતૂહલ

આ અંગે સિવિલ હોસ્પિટલનાં ડોક્ટર્સે જણાવ્યું કે, પ્રિયંકાનું શ્વાસ રૂંધાવાને કારણે મોત નિપજ્યું છે. જો કે પ્રિયંકાએ અંતિમ પગલું ભરતા પરિવાર પર આભ તુટી પડ્યું છે. પરિવારનાં લોકો સાનભાન ગુમાવી બેઠા છે. પ્રિયંકાના નાનો ભાઇ પણ ખુબ જ આઘાતમાં આવી જતા તેને પણ સારવાર આપવામાં આવી હતી. પ્રિયંકાના પિતા પેટ્રોલપંપ ધરાવે છે. આર્થિક રીતે સાધન સંપન્ન પરિવારમાંથી તે આવે છે. તેવામાં આત્મહત્યા અંગેનું ચોક્કસ કારણ તો તપાસનાં અંતે જ ખબર પડશે. હાલ પ્રાથમિક તારણમાં અભ્યાસના કારણે આત્મહત્યા કર્યાનું સામે આવ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube