અરવલ્લીમાં દીકરીઓએ બજાવ્યો પુત્ર ધર્મ, સમાજ માટે બની મોટું ઉદાહરણ
હાલમાં અરવલ્લી (Aravalli)માં સમાજ માટે માટે ઉદાહરણરૂપ ઘટના બની છે. અહીં એક પરિવારની દીકરીઓએ પુત્ર ધર્મ નિભાવીને સમાજને એક નવો રસ્તો બતાવ્યો છે.
અરવલ્લી : હાલમાં અરવલ્લી (Aravalli)માં સમાજ માટે માટે ઉદાહરણરૂપ ઘટના બની છે. અહીં એક પરિવારની દીકરીઓએ પુત્ર ધર્મ નિભાવીને સમાજને એક નવો રસ્તો બતાવ્યો છે. અહીં ભિલોડાના નવા ભવનાથમાં દીકરીઓએ માતાના નશ્વર દેહને કાંધ આપીને અંતિમક્રિયા (Rituals) કરી છે. અહીં દીકરીઓને રડતી આંખે માતાને મુખાગ્નિ આપીને તેમને વિદાય આપી હતી. અહીં દીકરીઓએ થોડા સમય પહેલાં પોતાના પિતાને કાંધ આપીને સમાજનમાં નવો ચીલો ચાતર્યો હતો.
સિંગતેલની કિંમતમાં ફરી વધારો, ડબ્બાના ભાવમાં ભયંકર વધારો
ગણતરીના મહિનાઓ પહેલાં ભિલોડાના ભવનાથ નજીક આ દીકરીઓએ અવસાન પામેલા પિતાને કાંધ આપી હતી અને તેઓ સમાજ જીવન માટે પ્રેરણારૂપ બની હતી.
ભડકે બળી સુરત GIDC, આખી રાત ચાલ્યું આગનું તાંડવ
આ ઘટનાની વિગતો જઈએ તો અરવલ્લી જિલ્લાના ભિલોડાના નવા ભવનાથ ખાતે રાવલ ભવાનીશંકરનું ૮૬ વર્ષની વયે દુ:ખદ અવસાન થયું હતું. તેમને ચાર દીકરીઓ જ હતી એવામાં પિતાને કાંધ આપવા માટે દીકરીઓએ નક્કી કર્યું અને કાંધ આપી સ્મશાનયાત્રામાં જોડાઇ હતી. ભવાનીશંકરને દિકરો ન હોવાથી દીકરીઓએ દિકરાની ફરજ નિભાવી હતી. આ વિધિ વખતે દીકરીઓએ પિતાને અગ્નિદાહ આપતા સૌ કોઇ ભાવુક થયા હતાં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...