અરવલ્લી

અમદાવાદ: 7 માસની જન્મેલી બાળકીને 53 દિવસની સારવાર બાદ મળ્યું જીવનદાન

7 માસનું ગર્ભસ્થ શિશુ જન્મ પામતાં અરૂણાબેનને ત્યાં પારણું બંધાયુ. ત્યારે તેમના પરિવારમાં હર્ષોલ્લાસની લાગણી પ્રવર્તી હતી. પરંતુ આ લાગણીઓ સાથે એક ગંભીર ચિંતા પણ પ્રસરી હતી. આ બાળખી માત્ર 650 ગ્રામ વજન સાથે જન્મી હોવાના કારણે સમગ્ર પરિવાર ખૂબ જ ચિંતાતુર બન્યો છે. સિવિલના તબીબો માટે પણ આ ઘટના પહેલીવખત હોવાના કારણે ખૂબજ પડકારજનક બની રહી છે. અસામાન્ય સંજોગો સાથે જન્મેલી બાળકીને સિવિલના તબીબોએ સતત 53 દિવસ સારવાર કરી જીવતદાન બક્ષ્યું છે. અરૂણાબેનની લક્ષ્મી 1 કિલો 200 ગ્રામ વજન સાથે ઘર આંગણે પ્રવેશી. હવે બાળકી સંપૂર્ણ રીતે સ્વસ્થ્ય થઇ માતાનું સ્તનપાન પણ કરી શકે છે.

Jul 22, 2020, 07:10 PM IST
youth garba in hospital after got recovered from corona in arvalli PT1M34S

33 વર્ષના વિજયભાઈ 30 દિવસ સુધી વેન્ટિલેટર પર રહ્યા, 43 દિવસ સંઘર્ષ કરી કોરોનાને હરાવ્યો

હોસ્પિટલના તબીબો મારા માટે ખરા અર્થમાં ભગવાન છે. તેમણે મને બચાવવા કરેલા અથાગ પ્રયત્નો અને શ્રેષ્ઠ સારવારની સાથે સતત મારા સ્વાસ્થ્યની દરકાર કરીને મારી સાથે મારી પત્ની અને બે બાળકોના પણ જીવ પણ બચાવ્યા છે તેમ વિજયભાઈ ઠાકોર કહે છે. 
 

Jun 27, 2020, 03:05 PM IST

કોરોના વાયરસઃ નવસારીમાં 13, અરવલ્લી-અમરેલીમાં નવા ત્રણ-ત્રણ કેસ નોંધાયા

 ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. રાજ્યમાં અત્યાર સુધી 3100થી વધુ કેસ નોંધાયા છે. તો આ મહામારીને કારણે કુલ 1770 કરતા વધુ લોકોના મૃત્યુ થયા છે. 
 

Jun 27, 2020, 02:02 PM IST

અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદ, શહેરમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ

અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં બપોર બાદ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. દસ દિવસના વિરામ બાદ વાતાવરણમાં અચનાક પલટો આવતા અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે. ત્યારે ગરમી અને બફારા વચ્ચે રાજ્યમાં વરસાદ થતા લોકોએ રાહત અનુભવી રહ્યાં છે.

Jun 24, 2020, 04:20 PM IST

કોરોના વાયરસઃ અરવલ્લીમાં 4, દેવભૂમિ દ્વારકામાં વધુ એક કેસ નોંધાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ એક કેસ સામે આવ્યો છે. આ સાથે જિલ્લામાં કુલ સંક્રમિતોની સંખ્યા 14 થઈ ગઈ છે. 

Jun 3, 2020, 11:32 PM IST

લોકડાઉનમાં ભૂલાઈ સંવેદના, ઘરમાલિકે ભાડું નહીં મળતા ભાડુઆતને પરિવાર સહિત ઘરમાં પૂર્યા

કોરોના વાયરસે દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે. માનવજાતિના અસ્તિત્વ સામે મોટો પડકાર બનીને ઊભો રહી ગયો છે. ત્યારે આવા કપરા સમયે માનવતા દાખવવાની જગ્યાએ લોકો માનવતા નેવે મૂકી રહ્યાં છે. કોરોનાના કારણે દેશભરમાં લોકડાઉન ચાલુ છે. ત્યારે સંવેદનાને બાજુ પર હડસેલવાનો ચોંકાવનારો કિસ્સો મોડાસામાં જોવા મળ્યો. ઘર માલિકને ભાડું નહીં મળતા તેણે ભાડુઆતને ઘરમાં પૂરી દીધા અને ઘર આગળ તાળું મારી પરિવારને ઘરની અંદર જ પૂરી દીધો. 

May 25, 2020, 02:34 PM IST

અમદાવાદથી હિંમતનગર જતા શ્રમિકો અરવલ્લી પહોંચ્યા તો હદ સીલ હતી, કર્યો હોબાળો

હાલ પરપ્રાંતિય શ્રમિકો ચારેબાજુથી ભીંસમાં મૂકાયા છે. એક તરફ આવક બંધ થઈ છે, તો બીજી તરફ પોતાના વતન તરફ જવા નીકળેલા હજારો શ્રમિકો રસ્તા વચ્ચે અટવાઈ પડ્યા છે. ત્યારે સાબરકાંઠાના શામળાજી હાઈવે પર રાજેન્દ્રનગર ચોકડી નજીક પગપાળા વતન જતા શ્રમિકોએ હંગામો કર્યો હતો. અમદાવાદ તરફથી હિંમતનગર થઈ ચાલતા જતા શ્રમિકો રેડ ઝોન અરવલ્લી જિલ્લા હદ સીલ હોઈ અટવાયા હતા. અટવાયેલા 200થી વધુ શ્રમિકોએ પગપાળા આગળ વધવાની જીદ સાથે હોબાળો મચાવ્યો હતો. બંને જિલ્લાની પોલીસ રાજેન્દ્રનગર નજીક મામલો થાળે પાડવા પ્રયાસ હાથ ધર્યો હતો. 

May 13, 2020, 10:27 AM IST
2 Corona Positive Cases Registered In Aravalli PT5M42S

કેન્દ્ર સરકારનો મોટો લોચો, માત્ર એક એક્ટિવ કેસ છતાં જામનગર જિલ્લાને ઓરેન્જ ઝોનમાં મૂક્યું

કેન્દ્ર સરકાર દ્વારા આજે કોરોના (Coronavirus) સંક્રમણથી દેશના રેડ ઝોન અને ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોન જિલ્લાઓની જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકારે ગુજરાતના 9 જિલ્લાને રેડ ઝોનમાં રાખ્યા છે. તો 19 જિલ્લા ઓરેન્જ ઝોન અને 5 જિલ્લા ગ્રીન ઝોનમાં છે. જેમાં જામનગર (Jamnagar) જિલ્લાને ઓરેન્જ ઝોનમાં સમાવેશ કરાયો છે. જામનગરનો ઓરેન્જ ઝોન (orange zone) માં સમાવેશ કરાતા અસમંજસ થઈ હતી. જામનગરમાં માત્ર કોરોનાનો એક જ પોઝિટિવ કેસ અને એક મોત નોંધાયું છે. 5 એપ્રિલ બાદ જામનગરમાં એક પણ એક્ટિવ પોઝિટિવ કેસ નોંધાયો નથી. આવામાં જામનગરને ગ્રીન ઝોનમાં સમાવેશ કરવા નાગરિકો દ્વારા માંગ ઉઠી હતી. ત્યારે મોડી રાત્રે જિલ્લા કલેક્ટર દ્વારા

May 1, 2020, 11:25 PM IST
Police in Ahmedabad are tightening, lockdown is being implemented PT1M56S

અમદાવાદમાં પોલીસ બની કડક, લૉકડાઉનનો કરાવી રહી છે અમલ

દેશમાં લોકડાઉનના પગલે હવે અમદાવાદની પોલીસ પણ કડક બની છે શહેરના મેમકો ચાર રસ્તા પર પોલીસ ઘરની બહાર નિકળનાર લોકો ક્યાં જવાનું અને ક્યાં કારણ થી જઇ રહ્યા છો તેમજ આઇડેન્ટિ કાર્ડ ચેક કરવામાં આવી રહ્યા છે જો ખોટા બહના બતાવે તો તેમનું વાહન જપ્ત કરવામાં આવે અથવા મેમો આપવામાં આવી રહ્યો છે અને પોલીસ પણ સમજાવી રહી છે લોકો ને ઘરમાં રહેશો તો સુરક્ષિત રહેશો તેવું સમજાવી રહ્યા છે

Mar 31, 2020, 11:00 AM IST
 Gujarat's help to workers trapped on the Rajasthan-Gujarat border PT7M22S

રાજસ્થાન-ગુજરાતની સરહદ પર ફસાયેલા શ્રમિકોને ગુજરાત આપશે આશરો

રાજસ્થાન ગુજરાત સીમા પર ફસાયેલા શ્રમિકોને ગુજરાત આપશે આશરો..મેડિકલ ચેકઅપ બાદ અરવલ્લીના શેલ્ટર હોમમાં અપાશે આશ્રય..રાજસ્થાનના શ્રમિકોને મોકલાશે પાછા..મધ્ય પ્રદેશ અને હરિયાણાના શ્રમિકોને સાચવશે ગુજરાત..

Mar 31, 2020, 10:50 AM IST
Appeal aravalli collector PT3M31S

કોરોનાના આતંકને પગલે અરવલ્લીની બોર્ડર સીલ, કલેક્ટરે કરી ખાસ અપીલ

કોરોનાના આતંકને પગલે અરવલ્લીની બોર્ડર સીલ, કલેક્ટરે કરી ખાસ અપીલ

Mar 23, 2020, 04:20 PM IST

મોડાસા માર્કેટ યાર્ડ ઘઉંની મબલખ આવકથી ઉભરાયું

અરવલ્લી જીલ્લામાં ઘઉંનો પાક તૈયાર થઇ જતા મોડાસા માર્કેટ યાર્ડ ખાતે ઘઉંની મબલખ આવક ચાલુ થઇ છે. જોકે ખેડૂતોને માર્કેટમાં ટેકાના ભાવ કરતા ઘઉંની ગુણવત્તા મુજબના ભાવ મળતા ખેડૂતો ટેકાના ભાવે ઘઉં વેચવાના છોડી માર્કેટમાં વેચી રહ્યા છે

Mar 17, 2020, 11:44 AM IST
Aravalli The teacher misbehaved with the student PT6M7S

અરવલ્લી: લંપટ શિક્ષકે વિદ્યાનાં ધામને લજવ્યું...

અરવલ્લી: લંપટ શિક્ષકે વિદ્યાનાં ધામને લજવ્યાની ઘટના સામે આવી છે. પોતાની પુત્રીની ઉંમરની 8માં ધોરણમાં ભણતી વિદ્યાર્થીની સાથે અડપલા કરતા ચકચાર મચી જવા પામી છે.

Mar 2, 2020, 12:10 AM IST

અરવલ્લી: લંપટ પ્રિન્સિપાલે વિદ્યાર્થીનીને અંદર બોલાવી અને કિસ કરી અને પછી...

શિક્ષકે વિદ્યાર્થીનીને પોતાનાં ભણાવવાના બહાને બોલાવી અને પછી તેના ગાલે કિસ કરીને શારીરિક અડપલાઓ કર્યા હતા.

Mar 1, 2020, 12:18 AM IST
teacher molest girl student in class of kundol primary school modasa PT2M39S

કખગઘ... શીખવનારા શિક્ષકે કરી વિદ્યાર્થીનીની છેડતી

અરવલ્લીમાં શિક્ષકે વિદ્યાર્થીની છેડતી કર્યાની ઘટના સામે આવી છે. મોડાસાના કુંડોલ પ્રાથમિક શાળામાં ભણતી ધોરણ 8ની વિદ્યાર્થીની શિક્ષકે છેડતી કરી હતી. ત્યારે વિદ્યાર્થીનીએ આ મામલે વાલીને જાણ કરી હતી, જેના બાદ મામલો બિચક્યો હતો. ત્યારે ગ્રામજનોએ શાળામાં હોબાળો કર્યો હતો.

Feb 29, 2020, 02:15 PM IST
Accident in Arvalli watch video on zee 24 kalak PT4M21S

અરવલ્લી: માલપુર પાસે ટ્રેક્ટર-ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત

અરવલ્લીમાં માલપુર પાસે ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો. ટ્રકે ટ્રેક્ટરને ટક્કર મારતા ટ્રેક્ટર નદીમાં ખાબક્યું. વાત્રક નદીમાંથી 2 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યાં. અકસ્માતમાં કુલ 20 લોકો ઈજાગ્રસ્ત થયા છે અને કેટલાક લોકો ગુમ થયા છે. ટ્રેક્ટર અને ટ્રોલી વચ્ચેની જોઈન્ટ તૂટતા 25 લોકો ફંગોળાયા હતાં. ભોગ બનેલા લોકો લગ્ન પ્રસંગે હાજરી આપવા જઈ રહ્યાં હતાં.

Feb 25, 2020, 09:00 AM IST

અરવલ્લી: ડમ્પરે ટ્રેક્ટરને અડફેટે લેતા જાનમાં જઇ રહેલા 20 લોકો નદીમાં ખાબક્યાં

માલપુર નજીક ગંભીર અકસ્માત થયો છે. વાત્રક નદી પરનાં પુલમાં ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. આ ટક્કર બાદ ટ્રેક્ટરની બોગીમાં બેઠેલા લોકો 50 ફૂટ ઉંચા પુલ પરથી નદીમાં ખાબક્યાં હતા. જે પૈકી 11 લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર માટે 108ની મદદથી નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય 3 યુવાનો પાણીમાં ગુમ થઇ જતા તેમની શોધખોળ સ્થાનિકો અને સ્થાનિક તંત્ર દ્વારા આદરવામાં આવી છે. તમામ લોકો લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે જઇ રહ્યા હતા.

Feb 25, 2020, 12:01 AM IST