• દુકાનો ખોલવા કે બંધ રાખવા અંગે કોઈ માહિતી નથી તેવુ વેપારીઓનુ કહેવું છે. સાથે જ તેમણે કહ્યું કે, સરકાર લોકડાઉન અંગે પૂર્ણ સ્પષ્ટતા કરે

  • વડોદરાના અભિલાષા ચાર રસ્તા કામ માટે નીકળેલા મજૂરોની ભીડ ભેગી થઈ છે. આજથી મિની લોકડાઉન છતાં પોલીસ આ મામલે નિષ્ક્રિય દેખાઈ રહી છે


ઝી મીડિયા/બ્યૂરો :આજથી રાજ્યમાં કોરોના અંગેના નવા નિયંત્રણ અમલમાં મૂકાયા છે. ગઈકાલે મુખ્યમંત્રી દ્વારા ગુજરાતના 29 શહેરોમાં દિવસે પણ બધુ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. દિવસે જીવન જરૂરિયાતની વસ્તુઓ સિવાય બધુ જ બંધ રહેશે. ત્યારે વહેલી સવારથી ગુજરાતના અલગ અલગ શહેરોની શું છે સ્થિતિ તેના પર એક નજર કરીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં સરકારની જાહેરાત બાદ પણ વેપારીઓ મૂંઝવણ મૂકાયા છે. ખાડિયા, રિલીફ રોડ અને ગાંધી રોડ માર્કેટના વેપારીઓમાં અસમંજસ ફેલાઈ છે. મોટાભાગની દુકાનો બંધ છે. જોકે, કેટલીક દુકાનો ખુલ્લી જોવા મળી છે. દુકાનો બંધ છે, પણ વેપારીઓ-સ્ટાફકર્મી રાબેતા એકઠા થયા છે. દુકાનો ખોલવા કે બંધ રાખવા અંગે કોઈ માહિતી નથી તેવુ વેપારીઓનુ કહેવું છે. સાથે જ તેમણે કહ્યું કે, સરકાર લોકડાઉન અંગે પૂર્ણ સ્પષ્ટતા કરે.


આ પણ વાંચો : ગુજરાતના આ મંદિરમાં 600 વર્ષથી કાળા માટલાઓમાં સચવાયું છે ઘી, નથી બગડ્યું કે નથી પડી કોઈ જીવાત


તો વડોદરામાં આજથી 5 મે સુધી જીવન જરૂરિયાતની વસ્તુ સિવાય તમામ દુકાનો બંધ છે. મધ્ય ગુજરાતનું સૌથી મોટું મંગળ બજાર સજ્જડ બંધ છે. પોલીસ દ્વારા નિયમોનું ચુસ્તપણે પાલન કરાવાઈ રહ્યું છે. પીસીઆર વાનને લઈ પોલીસ વેપારીઓને નિયમોથી અવગત કરાવી રહી છે. પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ દ્વારા વેપારીઓને ટોળે ન વળવા પોલીસ અપીલ કરી રહી છે. પરંતુ બીજી તરફ, વડોદરાના અભિલાષા ચાર રસ્તા કામ માટે નીકળેલા મજૂરોની ભીડ ભેગી થઈ છે. મોટા પ્રમાણમાં મજૂરો એકત્રિત થતા કોરોના ફેલાવવાનો ભય છે. આજથી મિની લોકડાઉન છતાં પોલીસ આ મામલે નિષ્ક્રિય દેખાઈ રહી છે. વડોદરામાં કોરોના બેકાબૂ થાય ત્યારે આ પ્રકારની ભીડ ઘાતક સાબિત થઈ શકે છે. 



સુરતમાં ભાગળ પર તમામ કાપડની તમામ દુકાનો બંધ હાલતમાં જોવા મળી. પોલીસ દ્વારા સતત એનાઉન્સમેન્ટ કરાઈ રહ્યું છે. 5 મે સુધી દુકાનો બંધ રહેશે. જોકે હજી પણ કેટલાક વિસ્તારોમાં ચાની કીટલી અને પાનના ગલ્લા ખુલ્લા જોવા મળ્યા છે.