પાંચ દિવસ પહેલાં ગુમ થયેલી દીકરીની લાશ મળી ઝાડ પર લટકતી, ફાટ્યો પરિવારનો ગુસ્સો અને પછી...
મોડાસા તાલુકાના અમરાપુર ગામની સીમમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીંના જંગલ વિસ્તારમાં પાંચ દિવસ પહેલા ગુમ થયેલી 20 વર્ષની દલિત પરિવારની દીકરીની લાશ લટકતી મળી આવતા સમગ્ર વિસ્તારમાં વિસ્ફોટક માહોલ છે.
સમીર બલોચ, મોડાસા : મોડાસા તાલુકાના અમરાપુર ગામની સીમમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીંના જંગલ વિસ્તારમાં પાંચ દિવસ પહેલા ગુમ થયેલી 20 વર્ષની દલિત પરિવારની દીકરીની લાશ લટકતી મળી આવતા સમગ્ર વિસ્તારમાં વિસ્ફોટક માહોલ છે. આ યુવતીનું મોડાસાના કોલેજ રોડ પરથી અપહરણ થયું હતું જેના પગલે પરિવારે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. અમરાપુર ગામના દલીત પરિવારની આ છાત્રા પાંચ દિવસ અગાઉ ગુમ થઈ હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું અને ભેદી સંજોગોમાં આ યુવતીની લાશ મળી આવતાં તેના મોત અંગે રહસ્ય સર્જાયું છે.
રાજસ્થાનમાં બાળ મૃત્યુદરની ચર્ચા: ગુજરાતનાં આંકડા પણ ચોંકાવનારા
પોતાની દીકરીના કમોતના પગલે પરિવારજનો ભારે આઘાત અને આક્રોશ અનુભવી રહ્યા છે. આ મામવામાં મૃતકના પરીવારજનોએ પોલીસ ઉપર ગંભીર આક્ષેપો કરી લાશ ઉતારવાનો જ ધરાર ઈન્કાર કરી દેતાં સ્થળ ઉપર ભારે તંગદીલીભર્યો માહોલ સર્જાયો હતો. આ મોતનું રહસ્ય મોડે સુધી અકબંધ રહયું હતું અને પરીવારજનોએ આરોપીઓ વિરૂધ્ધ તાબડતોડ ગુનો નોંધવાની માંગ ઉગ્ર કરી હતી.
પતંગ બજારમાં મંદી: ગ્રાહકનાં બદલે વેપારીઓ પોતે જ લપેટાય તેવી શક્યતા
આ ચકચારી ઘટનાને લઈ ઘટના સ્થળે ગ્રામજનો સહિત આસપાસના ગામોના પ્રજાજનોના ટોળા ઉભરાયા હતા. સ્થળ ઉપર સર્જાયેલ ભારે તંગદીલીને લઈ મોડાસા રૂરલ પોલીસનો કાફલો સ્થળ ઉપર ઉતારી દેવાયો હતો અને એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ મામલે પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચારના જાણવા માટે કરો ક્લિક...